બનાસકાંઠામાં ભારત-પાકિસ્તાન બોર્ડર વિસ્તારમાંથી બીએસએફના નકલી આઈકાર્ડ સાથે 2 યુવકો ઝડપાયા. નડાબેટ ખાતે ચાલી રહેલા બોર્ડર ટુરીઝમમાં સિક્યુરિટીનું કામ મેળવવા માટે બેકાર યુવકે નકલી કાર્ડ બનાવ્યું હોવાનું સામે આવતા જ પોલીસે બંને યુવકોની અટકાયત કરી સુઇગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
[google_ad]
સુઈગામના નડાબેટ ખાતે ચાલી રહેલા ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડમાં નોકરી મેળવવા માટે એક બેકાર યુવકે તે બીએસએફમાં રાજ્ય સેવક હોવાનું નકલી આઇકાર્ડ લેટરપેડ બનાવ્યા હોવાની ફરિયાદ સુઈગામ પોલીસ મથકે નોંધાઇ છે.

[google_ad]
જેમાં દિયોદરના નવા વાતમ ખાતે રહેતા કૃપાલસિંહ બાબુસિંહ વાઘેલાએ નડાબેટ ખાતે ચાલી રહેલી ટુરિઝમના કામમાં સિક્યુરિટીનું કામ મેળવવા માટે તરકીબ અજમાવી હતી. જેમાં તેણે ગૂગલ પરથી કાર્ડ ડાઉનલોડ કર્યું હતું અને બાદમાં તેના મિત્ર ભરતપુરી લાલપુરી ગોસ્વામીની મદદથી લિકર કાર્ડ, કેન્ટીન સ્માર્ટ કાર્ડ અને બીએસએફ રાજ્ય સેવક તરીકેનું નકલી કાર્ડ પણ બનાવ્યું હતું.
[google_ad]
બીએસએફના સક્ષમ અધિકારીના ખોટા સહી સિક્કા વાળો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો જોઇનિંગ લેટર પણ બનાવ્યો હતો. જોકે, આ અંગેની જાણ થતાં જ સુઈગામ પોલીસે રાજ્યસેવક તરીકેના નકલી કાર્ડ બનાવનાર નોકરી મેળવવાનો પ્રયાસ કરનાર બન્ને યુવકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update