ધાનેરા પાસે રીક્ષા અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત

Share

ધાનેરા પાસે રિક્ષા અને પિકઅપ જીપડાલા વચ્ચે અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં રીક્ષામાં બેઠેલી એક મહિલાનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટનાને પગલે રાહદારીઓના ટોળા જોવા ઉમટ્યા હતા. સ્થાનિક પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

ધાનેરા સરાલ રોડ પર રીક્ષા અને પિકઅપ જીપડાલા વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત થયું હતું. થરાદના સિધોત્રા ગામનો ઠાકોર પરિવાર પોતાની રિક્ષા લઈને ધાનેરાથી સરાલ તરફ જઈ રહ્યો હતો તે સમયે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ પિકઅપ જીપડાલા અને રિક્ષા સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને રીક્ષામાં બેઠેલ કંકુબેન ઠાકોરને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓને પણ ગંભીર ઈજા પહોંચી હતી.

[google_ad]

બનાવને પગલે આજુબાજુના લોકો અને 108 એમ્બ્યુલન્સ વાન પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ધાનેરા પોલીસ પણ અકસ્માત સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share