એ.સી.બીની સફળ ટ્રેપથી લાંચ્યો ASI રંગેહાથ લાંચ લેતો ઝડપાયો

Share

દાહોદના શહેર ટાઉન પોલીસ મથકનો ASI રૂપિયા 10 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો. ASI (જમાદાર) તરીકે ફરજ બજાવતો પોલીસ કર્મચારી એક જાગૃત નાગરિક પાસેથી પ્રેમી પંખીડા ભાગી જવા મામલે દાવાના નિકાલ માટે રૂપિયા 10 હજારની માંગણી કરી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

આ લાંચના રૂપીયા જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાને કારણે તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેથી એ.સી.બી. પોલીસની ટીમે દાહોદ ટાઉન પોલીસમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં ASI રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયો હતો. જેથી શહેર સહિત જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ સાથે ચકચાર મચી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

આ અંગે મળતી માહિતી પ્રમાણે એક જાગૃત નાગરિકના ભાઈની દિકરી બે મહિના અગાઉ મધ્યપ્રદેશના દેમારા ગામના છોકરા સાથે ભાગી ગઈ હતી. જેનો પંચ રાહે જે તે વખતે સમાધાન કરી દાવા પેટે નક્કી કરેલા રૂપિયા છોકરા પક્ષવાળાઓ આપ્યાં ન હતા. જેથી ચાર-પાંચ દિવસ સુધી જાગૃત નાગરીકના ભાઈએ છોકરાપક્ષ વાળાને પકડી તેમના ઘરે બેસાડી દીધો હતો.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

જે અંગે તા.17 નવેમ્બરના રોજ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાંથી બદાભાઇ દલસીંગભાઈ ચૌહાણ જમાદારનો જાગૃત નાગરિકના ભાઇ ઉપર ફોન આવ્યો હતો. જેમાં તેઓએ છોકરાને હાજર કરવા જણાવ્યું હતું. જેથી જાગૃત નાગરિક તથા ગામના અન્ય માણસો છોકરાને લઇ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવ્યાં હતાં.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

આ દરમિયાન ત્યાં દેમારા ગામના માણસો પણ હતા. આ અંગેનું સમાધાન કરી છોકરા પક્ષવાળાએ છોકરી પક્ષને રૂપિયા એક લાખ દાવા પેટે આપવાના જે બાકી હતા તે પૈસા આપ્યાં હતાં. જેથી બદાભાઇ જમાદારે જાગૃત નાગરિકને કહ્યું હતું કે, તમારો નિકાલ કરી આપ્યો છે તો મને રૂપિયા 20 હજાર આપવા પડશે. જેથી જાગૃત નાગરિકે ઓછુ વત્તા કરવા કહ્યું હતું. ત્યારે રૂપિયા દસ હજાર નક્કી થયાં હતાં.

[google_ad]

આ રૂપિયા 10 હજાર લાંચની રકમ જાગૃત નાગરિક ASIને આપવા માંગતા ન હતા. જેથી તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો. તેઓની ફરિયાદ આધારે આજે રવિવારે દાહોદ એ.સી.બી. પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર પી.કે. અશોડા તથા તેમની ટીમે દાહોદ શહેર પોલીસ મથકના પ્રથમ માળે ડી સ્ટાફની ઓફિસ તરફ છટકું ગોઠવ્યું હતું.

[google_ad]

આ દરમિયાન જમાદાર બદાભાઈ જાગૃત નાગરિક પાસેથી રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગેહાથે એ.સી.બી.ના હાથે ઝડપાઈ ગયો હતો. ત્યારે સમાચાર વાયુવેગ દાહોદ શહેર, તાલુકા અને જિલ્લા પોલીસ બેડામાં ફેલાતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

 

 

From – Banaskantha Update


Share