ધાનેરના ધાખા ગામીની સિમ પાસેથી માદક પદાર્થ અફીણ સાથે એક શખ્સ ઝડપાયો

Share

ધાનેરા પોલીસે બાતમીના આધારે ધાખા ગામની સિમમાં કોટડાથી રમુંણ જતા રોડ પર માદક પદાર્થ અફીણના રસ સાથે કુલ રૂ.65,100ના મુદામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

[google_ad]

બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે. જેથી રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ માદક પદાર્થની મોટા પ્રમાણમાં ગુજરાતમાં હેરાફેરી કરવાના બનાવો સામે આવતા હોય છે.

 

[google_ad]

ત્યારે આજે ધાનેરા પોલીસનો સ્ટાફ નેનાવા ચેક પોસ્ટ પર વાહન ચેકીંગમાં હતો ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે એક મોટરસાઇકલ શંકાસ્પદ હાલતમાં હડતાથી કોટડા જવાના રસ્તા પર નીકળ્યો છે. જે બાદ ધાનેરા પોલીસનો સ્ટાફ મોટરસાઇકલનો પીછો કરતા મોટરસાઇકલના ચાલકે મોટરસાઇકલ ઉભી રાખેલ નહી અને ધાખા ગામની સિમ પાસે આવતા કોટડાથી રમુંણ જવાના રસ્તા પર નાકાબંધી કરતા કોટડાથી રમુંણ વચ્ચે મોટર સાઇકલના ચાલકને રોકાવેલ.

 

[google_ad]

રોક્યા બાદ તેનું નામ પૂછતાં તેનું નામ બાબુરામ રામચંદ વિશ્ર્નોઈ (પુનિયા) રહે.મોખાતર. તા.રાણીવાડા. જી.જાલોર.રાજસ્થાન વાળો હોવાનું જણાવેલ તેમજ તેની તપાસ કરતા તેની પાસેથી ગેરકાયદેસર વગર પાસ પરમીટ તેમજ આધાર પુરાવા વગર માદક પદાર્થ અફીણ રસ 251 ગ્રામ જેની કિંમત રૂ.25,100 તેમજ એક મોબાઈલ જેની કિંમત રૂ.5000 તેમજ મોટરસાઇકલ કિંમત રૂ.35,000 આમ કુલ કિંમત રૂ.65,100ના મુદામાલ સાથે ધાનેરા પોલીસે બાબુરામ રામચંદ વિશ્ર્નોઈ (પુનિયા) રહે.મોખાતર. તા.રાણીવાડા. જી.જાલોર.રાજસ્થાનવાળાને ઝડપી પાડી તેની વિરુદ્ધ એન.ડી.પી.એસ એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share