જગાણામાં ઉત્તર ગુજરાત પ્રદેશ કક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા યોજાઇ

Share

 

પાલનપુરના જગાણા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉત્તર ગુજરાત પ્રદેશ કક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા-2021 નું આયોજન કરાયું હતું. એસ.કે. મહેતા હાઇસ્કૂલ જગાણા ખાતે તા. 19, 20 નવેમ્બરના રોજ આ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 10 જીલ્લાઓના 387 સ્પર્ધકો/સહાયકો જૂદી-જૂદી 33 સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

[google_ad]

 

 

આ કાર્યક્રમના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરીએ યુવાનોને કલા પ્રવૃત્તિઓમાં અગ્રેસર બનીને ગુજરાતનું નામ રોશન કરવાનો અનુરોધ કર્યો હતો. જીલ્લા યુવા વિકાસ અધિકારી પ્રિતેશભાઇ એન. સોનીએ સ્વાગત પ્રવચનમાં યુવા ઉત્સવની ભૂમિકા રજૂ કરી હતી.

[google_ad]

 

 

જીલ્લા રમત-ગમત અધિકારી મુકેશભાઇ એલ.ઘોયાએ પ્રાસંગિક વક્તવ્ય આપીને યુવા સ્પર્ધકોને આવકાર્યાં હતા. બનાસકાંઠા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ અને ભાજપ મહામંત્રી ડાહ્યાભાઇ પીલીયાતરે યુવા સ્પર્ધકોને આર્શિવચન પાઠવ્યા હતા.

[google_ad]

 

 

ઉત્તર ગુજરાત પ્રદેશ કક્ષા યુવા ઉત્સવમાં બે દિવસ દરમિયાન 60 જેટલાં કલા અને સાહીત્યના નિષ્ણાંત તજજ્ઞોએ સેવા આપી હતી. જેમાં 10 જીલ્લાઓના 387 સ્પર્ધકો/સહાયકો જૂદી-જૂદી 33 સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. એસ.કે.મહેતા હાઇસ્કૂલ-જગાણાના પ્રિન્સીપાલ કરશનભાઇ જરમોલે આભાર વિધી કરી હતી.

[google_ad]

 

 

 

 

 

 

 

વરસાદી માહોલમાં જીલ્લા રમત-ગમતની કચેરી-બનાસકાંઠાના સમગ્ર સ્ટાફ, એસ.કે. મહેતા હાઇસ્કૂલ-જગાણાના સમગ્ર સ્ટાફ અને વ્યાયામ શિક્ષક હરેશભાઇ બગલાએ ભારે જહેમત ઉઠાવીને પ્રદેશ કક્ષાના યુવા ઉત્સવને સફળ બનાવ્યો હતો.

[google_ad]

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 

 

 


Share