પાટણ શહેરનાં દામાજીરાવ બાગમાં વૃક્ષનાં થડમાં શિવજીના મુખનો આકાર પ્રગટતાં દર્શનાર્થીઓ ભાવવિભોર બન્યાં

Share

પાટણ શહેરના દામાજીરાવ બાગમાં આવેલા છત્રપતેશ્ર્વર મહાદેવના મંદિર પાસે એક અચરજ સર્જાયુ હતું. આ મંદિરની પાસે આવેલા આંબલીનાં વિશાળ અને જુના વૃક્ષનાં થડમાં કુદરતી રીતે બની ગયેલી એક બખોલમાં કોઈ યુવાનની નજર જતાં જ તે ચોંકી ગયો હતો. કારણ કે આ બખોલમાં કુદરતી રીતે જ ભગવાન શંકરના મુખ જેવી પ્રતિમાનો ભાગ ઉપસી આવ્યો હતો. ધ્યાનપૂર્વક તેને જોવામાં આવતાં તેમાં શિવજીનાં આકારની છબિ ઉપસી હતી. જેથી યુવક ગદગદ થઈ ગયો હતો અને જોતજોતામાં ત્યાં દર્શનાર્થીઓની ભીડ એકઠી થઈ ગઈ હતી.

[google_ad]

શિવજીનું મુખારવિંદ ઉપસ્યું હોવાની વાત વાયુવેગે ફેલાતાં ત્યાં દર્શનાર્થીઓની ભીડ એકઠી થઈ ગઈ હતી. આ અનોખી ચમત્કૃતિને નિહાળવા અને ભગવાન શિવના દર્શન માટે દામાજીરાવ બાગમાં લોકોની ભીડ ઉમટી હતી.

[google_ad]

આ અંગે એક દર્શનાર્થી ગીતાબેન રામીએ જણાવ્યું હતું કે અમને દામજીરાવ બાગમાં આવેલા છત્રપતેશ્વ મહાદેવના દર્શન કરવા રોજ આવીએ છીએ. આજે આ પટાંગણમાં આવેલા આંબલીના વૃક્ષમાં શિવજીની છબી ઉપસતા અમે તેને જોઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

[google_ad]

 

અન્ય એક દર્શનાર્થી ગોપાલ રાજપૂતે જણાવ્યું હતું કે, બગીચાની સાફસફાઈ દરિમયાન એક યુવાનની નજર આ વૃક્ષની બખોલમાં પડી હતી. તેણે પૂજારીને જાણ કરતાં એમને મને જાણ કરી હતી અને આ પ્રતિમાના લોકો બે દિવસથી દર્શન કરે છે.

 

From – Banaskantha Update


Share