મહેસાણાના પેટ્રોલ પંપ પર મરચાંની ભૂકી નાખી ચાર શખ્સોએ લૂંટ ચલાવતાં ચકચાર : ચાર શખ્સો સી.સી.ટી.વી. કેમેરામાં કેદ

Share

મહેસાણા જીલ્લાના કડી તાલુકામાં પેટ્રોલ પંપ પર લૂંટની દિલઘડક ઘટના બની હતી. આ આખી ઘટના સી.સી.ટી.વી.માં કેદ થઇ ગઇ છે. નંદાસણ પાસે હાઈવે પરના પેટ્રોલ પંપ પર ચાર જેટલા લૂંટારુઓ પર એક લાખથી વધુની લૂંટ ચલાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે સી.સી.ટી.વી. મેળવીને આગળની તપાસ હાથ ધરી છે.

[google_ad]

બુધવારે રાત્રે ત્રણ વાગ્યે ગણેશ પેટ્રોલ પંપ પર લૂંટની ઘટના ઘટી હતી. જે સી.સી.ટી.વી. કેમરામાં કેદ થઇ છે. આ વીડીયોમાં દેખાય છે તે પ્રમાણે, એક સિલ્વર કલરના સ્પ્લેન્ડર પ્લસ બાઈક પર સવાર થઈ ત્રણ વ્યક્તિઓ આવે છે. જેમાંથી એક વ્યક્તિ પેટ્રોલ પુરાવ્યા બાદ રૂ. 5 ની નોટો ફીલર મેનને આપતો નજરે પડી રહ્યો છે. બાદમાં અન્ય એક લૂંટારું રૂ.100ની નોટ આપવા જતાં ફિલર મેનની આંખમાં પોતાના પેન્ટના ખિસ્સામાંથી મરચાની ભૂકી નાખે છે. ફીલરની આખોમાં મરચાંની ભૂકી નાખતાં ફીલર ઓફીસ તરફ ભાગતો સી.સી.ટી.વી. ફૂટેજમાં દેખાય છે.

[google_ad]

આ અંગે મળતી માહીતી પ્રમાણે, ફીલર ઓફીસમાં જાય છે ત્યારે અન્ય એક કર્મચારી ઓફીસમાં હાજર હતો. આ બંને લોકોએ ઓફીસના દરવાજાને બંધ કર્યો હતો. જો કે, લૂંટ કરવા આવેલા ચાર લુટારુએ લાકડા, બ્લોક અને ઈંટોના રોડા વડે ઓફીસનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં લૂંટારૂઓ ભેગા મળી મોટા પથ્થરો કાચના દરવાજા ઉપર માર્યા હતા. દરવાજો તૂટી જતાં ઓફીસમાં ઘૂસી ચાર લૂંટારૂઓએ પેટ્રોલ પંપના બે કર્મચારીઓને મુઢ માર માર્યો હતો. ત્યારબાદ ઓફીસમાં પહેલાં પૈસા ઉઠાવી લુટારુઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

[google_ad]

આ ઘટના રાતે બની હતી. જેના કારણે આસપાસના લોકો મદદ માટે આવી શક્યા ન હતા. આ અંગેની ફરિયાદ થતાં પોલીસે સી.સી.ટી.વી. ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પેટ્રોલ પંપની આસપાસ વિસ્તારોમાં પણ લાગેલા સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. આ લૂંટમાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ,એસ.ઓ.જી. નંદાસણ પોલીસ સહીતની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

 

From – Banaskantha Update


Share