ડીસામાં કમોસમી વરસાદથી બટાટાના વાવેતરને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થવાનો એંધાણ

Share

બનાસકાંઠા જીલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે બીજા દિવસે પણ સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જીલ્લાનું ડીસા શહેર હબ ગણાતું બટાટા નગરી તરીકે સમગ્ર દેશમાં ઓળખાય છે અને ખેડૂતો શિયાળાની શરૂઆત થતાં જ મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર કરે છે.

[google_ad]

પરંતુ ઘણા સમયથી બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોને ખાતરની અછત સર્જાઇ હતી. પરંતુ હાલમાં ખાતર આવી જતાં ખેડૂતોએ હોંશે હોંશે બટાકાના કાપણીની શરૂઆત કરી હતી.

[google_ad]

 

પરંતુ અચાનક કમોસમી વરસાદે ખેડૂતો ઉપર પડતાં પાટુ તેવી પરિસ્થિતિ વણસી છે. જો કે, ખેડૂતો બટાકાના કાપણીનો પાક સંગ્રહ કરે તો બગડી જવાની સંભાવના છે અને વાવેતર કરે તો સડી જવાની સંભાવના છે.

[google_ad]

 

જ્યારે ખેડૂતોને લાખો રૂપિયાનો નુકશાન ભોગવવાનો ફટકો પડયો છે. જ્યારે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે ચાર દિવસની જાહેર કરી છે. ત્યારે ફરી બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે જેનું કારણ છે વરસાદ આ વરસાદ ફરી ખેડૂતોને મોટી આફત લઇને આવ્યો છે.

[google_ad]

હવામાન વિભાગની આગાહી મુજબ બીજા દિવસે શુક્રવારે પણ અવિરત વરસાદના પડવાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. સાથે ખેડૂતો લોકોને અપિલ પણ કરી રહ્યા છે કે, લોકો ભગવાનને પ્રાર્થના કરે કે વારે ઘડીએ નુકશાની ભોગવી રહેલો જગતનો તાત મુશ્કેલીમાંથી બહાર ક્યારે આવશે તેવો એક પ્રશ્ર સતાવી રહ્યો છે.

 

From – Banaskantha Update


Share