કાંકરેજના ઉંબરી નજીક રોડ ક્રોસ કરતાં ઇકોની ટક્કર રાહદારીનું મોત

Share

કાંકરેજ તાલુકાના ઉંબરી નજીક રોડ ક્રોસ કરવા જતાં રાહદારીને ઇકોના ચાલકે ટક્કર મારતાં મોત નિપજ્યું હતું. ચાલક ટક્કર મારી ઇકો મૂકી ફરાર થઇ ગયો હતો. ઉંબરી ગામના રજુભા કેશુજી વાઘેલા બુધવારે રાત્રે ઉંબરી બનાસ મિનરલ વોટર આગળ રસ્તો ક્રોસ કરવા જતાં હતા. ત્યારે ઈકો નં.GJ-08-BB-1300ના ચાલકે રજુભાને ટક્કર મારતાં ઈજા ગંભીર પહોંચી હતી.

[google_ad]

ચાલક ટક્કર મારી ઇકો મૂકી ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત રજુભાને 108 દ્વારા શિહોરી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતાં ફરજ પરના ડો.પૃથ્વીબેન જોષીએ મોત નીપજ્યાનું જાહેર કહ્યું હતું.

[google_ad]

advt

 

હોસ્પિટલમાં લાશનું પી.એમ. કરી લાશ સોંપી હતી. મૃતકના મોટાભાઇ દલપતસિંહ કેશુજી વાઘેલાએ શિહોરી પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે આવી ઈકો કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share