થરાદના સાબાના ખેડૂતે વિડીયો ઉતારતાં અધિકારીએ ચાલતી પકડી : ખેડૂતો પાણીની રજૂઆત માટે આવેલા અધિકારીએ અંદરથી દરવાજો બંધ કરતાં હંગામો મચાવ્યો

Share

ચાર વર્ષથી સિંચાઇના પાણી માટે ટળવળતાં થરાદના સાબા ગામના ખેડૂતોને અધિકારીએ કચેરીમાં ગુરુવારે બોલાવ્યા હતા. દરમિયાન એક ખેડૂતે અધિકારીનો વિડીયો ઉતારતાં અધિકારીએ આવેશમાં આવીને ચાલતી પકડી હતી અને ઉશ્કેરાઇને કહ્યું તમારાથી થાય તે કરી લો કહીં ઓફીસમાં જતાં રહ્યા હતા. ત્યારે ખેડૂતો ઓફીસમાં આવતાં જ અધિકારીએ અંદરથી દરવાજો બંધ કરતાં હંગામો મચ્યો હતો. થરાદના સાબા ગામના ખેડૂતોને બોલવાતાં તેઓ ગુરુવારે સિંચાઇ માટે પાણીના પ્રશ્નને લઇને થરાદમાં નર્મદા વિભાગની કચેરીએ આવ્યા હતા.

[google_ad]

જ્યાં તેમણે ઇ.ઇજનેર એ.આર.પટેલને રજૂઆત અંગેનો વિડીયો રેકોર્ડ પણ કરતાં તેમણે ગિન્નાઇને રેકોર્ડિંગ બંધ કરવા જણાવ્યું હતું. જો કે,ખેડૂતો નહીં માનતાં તમારે જે કરવું હોય તે કરો તેમ કહીને તેમની ચેમ્બરમાં જતાં રહીં અંદરથી લોક કરી દીધું હતું. ત્યારબાદ થોડીવાર પછી સિક્યુરીટીને સાથે રાખીને તેમની રજૂઆત સાંભળી હતી.પરંતુ સાબા ડીસ્ટ્રીબ્યુટરીમાંથી નિકળતી પીરગઢ કેનાલમાં સિંચાઇ માટે પાણી નહીં મળતાં ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો અનુભવી રહ્યા હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

[google_ad]

advt

 

આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા 4 વર્ષથી કેનાલ બનેલી હોવા છતાં પણ પાણી મળતું નથી. વગર પાણીએ કેનાલો તુટેલી છે તેને રિપેર કરાતી નથી.આ અંગે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ તેમની રજૂઆત કોઇ સાંભળતું જ નથી. આથી હવે જો પાણી નહીં મળે તો આંદોલન છેડાશે તેમ પણ ખેડૂતોએ ઉમેર્યું હતું.’ આ અંગે નર્મદા વિભાગના ઇ.ઇ. એ.આર.પટેલે જણાવ્યું કે ‘અગત્યના કામ માટે બહાર જવાનું હોવાથી સમય મળ્યો ન હતો. આથી ખેડૂતોની રજૂઆત સાંભળવા બોલાવ્યા હતા.

 

From – Banaskantha Update


Share