સતત ત્રીજા વર્ષે નવેમ્બરમાં માવઠાંએ ખેડૂતોને રડાવ્યા : પાલનપુર માર્કેટયાર્ડમાં મગફળીની 3500 અને દિયોદરમાં 1000 બોરી પલળી,વેપારીઓએ આખી રાત જાગીને મગફળી ગોડાઉનમાં ભરાવી

Share

પાલનપુર માર્કેટયાર્ડમાં બુધવારની રાતથી જ વેપારીઓએ બોરીયોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન રાત્રે ત્રણ વાગ્યા બાદ વરસાદ વરસતા કેટલાંક વેપારીઓની મગફળીની 3500 બોરી પલળી ગઈ હતી. આગોતરી સૂચનાના પગલે જીલ્લાના તમામ માર્કેટ યાર્ડોમાં ખરીદ વેચાણ બંધ રાખવામાં આવ્યું હતું.કમોસમી વરસાદથી ડીસા એ.પી.એમ.સી.માં મગફળીનો માલ પલડી ગયો હતો. આગાહીના પગલે સાવચેતી રાખવા ખેડૂતો અને વેપારીઓને સૂચના પણ આપી હતી તેમ ડીસા એપીએમસીના સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું. દિયોદર પંથકમાં વરસાદથી કપાસ જીરૂ મગફળી સહીતના ખેતીપાકોને તેમજ દાડમ જેવા બાગાયતી પાકોને નુકસાનની ભીતિ સેવાઇ હતી. કાંકરેજ પંથકમાં ખેડૂતોનો ઘાસચારો પલળી ગયો હતો.

[google_ad]

પાંથાવાડા માર્કેટયાર્ડમાં વેપારીઓએ મગફળીની ઉપર તાડપત્રી ઢાકી હતી. માર્કેટના કેમ્પસમાં પડેલો જથ્થો બુધવારે વેપારીઓ દ્વારા ટ્રકોમાં ભરાવવાનુ કામ રાતથી ચાલુ કર્યું હતું. ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં મગફળી અને કપાસ પલળતાં વેપારીઓ અને ખેડૂતોને મોટુનુકશાન થયું હતું.

[google_ad]

advt

થરાદ પંથકમાં અમુક ખેડૂતોને ખરીફ પાકમાં વિશેષ કરીને ઘાસચારો ખેતર અને ખળામાં ખુલ્લો પડયો હોઇ માવઠાથી નુકશાન થયું હતું. થરાદ માર્કેટયાર્ડ અને વેપારી એસોસિયેશન દ્વારા સૂચના મુજબ માલ ઢાંકી દેતાં કોઇ નુકશાન થયું ન હતું તેમ બોર્ડ ઓફ ડિરેક્ટર વેપારી જેતસીભાઇ પટેલ અને દિલીપ ચૌધરીએ જણાવ્યું હતું. ધાનેરા તાલુકામાં સવારે 5 વાગે વરસાદ આવતા મગફળી તેમજ ઘાસચારો બહાર પડેલ હોવાથી ખેડૂતોને દોડધામ મચી હતી. માર્કેટયાર્ડમાં મગફળીનો પાક ભીજાયો હતો.

[google_ad]

 

આ અંગે બનાસકાંઠા જીલ્લા ખેતીવાડી અધિકારી પ્રકાશ પટેલે જણાવ્યું હતું કેમ, ‘સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં 2 લાખ 94 હજાર હેક્ટર વિસ્તારમાં રવી સીઝનમાં વાવેતર થયું છે. 48 કલાકમાં 2 ઇંચ વરસાદ થાય તો તે કમોસમી વરસાદ ગણાય છે. જીલ્લામાં દિવેલાનું વાવેતર સારું એવું છે. જેમાં વરસાદથી કોઈ નુકશાનની શક્યતા નથી. માત્ર કપાસ અને ઘાસચારામાં નુકસાનની શક્યતા છે. જ્યારે શાકભાજીમા ફુગ આવવાની શક્યતા રહેલી છે. ખેડૂતોએ ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ.

From – Banaskantha Update

 


Share