અમીરગઢ પોલીસે દારૂની હેરાફેરી કરતી એક કાર ઝડપી પાડી :સીટ નીચે ખાનું બનાવી દારૂ સંતાડીને લઈ જતાં શખ્સને ઝડપી પાડયો

Share

બનાસકાંઠા અમીરગઢ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક ઝેન ગાડીમાંથી સીટ નીચે પતરાનુ ખાનું બનાવી એના અંદર દારૂ સંતાડીને લઈ જતા ઇસમને ઝડપી પાડયો છે. જેમાં રૂ.1 લાખ 39 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, અમીરગઢ પોલીસને મળેલ ખાનગી બાતમી આધારે પોલીસ સ્ટાફ સાથે અમીરગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં દરમ્યાન મારૂતિ સુઝુકી કંપનીની ઝેન ગાડી નં. RJ-19-CA-4875 માં વચ્ચેની સીટ નીચે પતરાનું ખાનુ બનાવેલ હોઇ જે ખાનામાં સંતાડી રાખી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાજસ્થાન ગઢડાથી થઇ અમીરગઢ થઇ પાલનપુર તરફ જનાર છે. જે હકીકત આધારે અમીરગઢ પોલીસ દ્વારા ગાડીને રોકી ઝડતી તપાસ કરતાં ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.

[google_ad]

advt

ગાડીમાંથી 42 જેટલી બોટલો જેની કિંમત રૂ. 39,હજાર 300 તથા ગાડી સહીત રૂ.1 લાખ 39 હજાર 300 નો કુલ મુદ્દામાલ સાથે સુરેન્દ્ર પ્રકાશચંદ્ર સોની (રહે.પાટણ, વ્રજધામ-૩ સોસાયટી, સિધ્ધપુર હાઇવે રોડ પાટણ) મુળ રહે.જોધપુર રાજસ્થાનવાળાને પકડી પાડી તેની વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

From – Banaskantha  Update


Share