અંબાજી નજીક પંચમહાલના પરિવારોની જીપ ખાઇમાં ખાબકતાં 12 લોકો ઘાયલ

Share

પંચમહાલ જીલ્લાના પરિવારો ગુરૂવારે યાત્રાધામ અંબાજી દર્શન કરી સુંધામાતા તરફ જઇ રહ્યા હતા. ત્યારે શિતળામાતાના મંદિર નજીક જીપ ખાઇમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 12 વ્યકિતઓને ઇજાઓ થવા પામી હતી. જેમને અંબાજી અને પાલનપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જો કે, આ અકસ્માતમાં જાનહાની ટળતાં સ્થાનિક લોકોએ રાહતનો દમ લીધો હતો હતો.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે,પંચમહાલના હાલોલ અને ગોધરાના જુદા-જુદા પરિવાર ગુરૂવારે યાત્રાધામ અંબાજી દર્શનાર્થે આવ્યા હતા.જ્યાંથી જીપ નં. GJ-17-AH-0411માં સુંધામાતા તરફ જઇ રહ્યા હતા. ત્યારે આબુ જવાના માર્ગે શિતળામાતાના મંદિર નજીક જીપ ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં જીપ ખાઇમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 12 વ્યકિતઓને ઇજાઓ થતાં અંબાજી અને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવને પગલે જાનહાની ટળતાં ઉપસ્થિત તમામ લોકોએ રાહતનો દમ લીધો હતો.

[google_ad]

advt

ઇજાગ્રસ્તો
1. શીતલબેન એસ. પઢીયાર (રહે. ગોધરા), 2. સુરેશભાઇ જે. પઢીયાર (રહે. ગોધરા),3. રમેશભાઇ રગાજી પઢીયાર (રહે. ગોધરા),4. ગુડ્ડીબેન એચ. મારવાડી (રહે. હાલોલ), 5. મહેશભાઇ જી. પ્રજાપતિ (રહે. લુણાવાડા), 6. દિનેશભાઇ મીર (રહે. હાલોલ). 7.અંજલી સુરેશભાઇ પઢીયાર (રહે. ગોધરા)
8.નિલેષભાઇ એન. બારીયા (રહે. હાલોલ), 9. દિનેશભાઇ આર. મારવાડી (રહે. હાલોલ),10. આશાબેન સી. પરમાર (રહે. હાલોલ),11. સવાભાઇ વી. પરમાર (રહે. હાલોલ),12. કનુભાઇ એસ. પટેલ (રહે. હાલોલ)

 

From – Banaskantha Update


Share