પાલનપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા નેશનલ હાઇવે ઓથોરીટીને આવેદનપત્ર અપાયું

Share

ડીસા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે આકાર પામેલ નવિન ઓવરબ્રિજ ઉપર નાખવામાં આવેલી સ્ટ્રીટ લાઈટ શોભાના ગાંઠીયા સમાન છે. જેથી લાઈટ ચાલુ કરાવવા અને ઓવરબ્રિજ નીચેથી સોસાયટીઓમાં જવા માટે એકસેસ મૂકવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા નેશનલ હાઈવે ઓથોરીટીને આવેદનપત્ર અપાયું છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર અવાર-નવાર ટ્રાફીક સમસ્યા અને અકસ્માતની ઘટનાઓ બનતી હતી. જેથી કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 200 કરોડ ઉપરાંતના ખર્ચે એલીવેટેડ ઓવરબ્રિજ (પિલ્લરવાળો પુલ) બનાવી બે માસ અગાઉ તેનું લોકાર્પણ કરાયું હતું. \

[google_ad]

નવિન ઓવરબ્રિજ ઉપર અને નીચે મસમોટી લાઈટો નાખવામાં આવી છે. પરંતુ બે માસ ઉપરાંતનો સમય વિત્યો છતાં લાઈટો શરૂ ન થતાં સ્ટ્રીટ લાઈટ શોભાના ગાંઠીયા સમાન બની ગઈ છે. આ ઉપરાંત ઓવરબ્રિજના નીચેથી સોસાયટીઓમાં જવા માટે એકસેસ પોઈન્ટ મૂકવામાં આવ્યા નથી. જેથી શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું છે.

[google_ad]

આથી ફલાય ઓવરબ્રિજ ઉપર અને નીચે લાઈટો ચાલુ કરવા તેમજ ઓવરબ્રિજ નીચેથી હાઈવેની બંને સાઈડની સોસાયટીઓમાં અવર-જવર માટે એક્સેસ મૂકવા આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, બનાસકાંઠા જીલ્લા પ્રમુખ ડૉ. રમેશભાઈ ચૌધરી અને કમલેશભાઈ ઠક્કર દ્વારા નેશનલ હાઈવે ઓથોરીટીની કચેરી-પાલનપુરમાં આવેદનપત્ર અપાયું હતું.

 

From – Banaskantha Update


Share