બનાસકાંઠામાં કમોસમી વરસાદથી જાહેર રસ્તાઓ ઉપર મસમોટા ખાડા પડવાથી વાહનચાલકો ત્રસ્ત : રસ્તાઓ ઉપર મસમોટા ખાડા પડતાં નાના-મોટા વાહનો ફસાયા

Share

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદના કારણે અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

[google_ad]

પાલનપુરમાં વરસાદના કારણે રોડ પર બસ ખાડામાં ફસાઇ ગઇ હતી.

[google_ad]

રસ્તો બેસી જવાના કારણે બસના એક બાજુના બે ટાયરો રોડ વચ્ચે ખાડાની અંદર ઉતરી ગયા હતા.

[google_ad]

 

તમામ મુસાફરોને ઉતારી મહામુસીબતે બસને ખાડામાંથી બહાર કાઠવામા આવી હતી.બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે.

[google_ad]

 

ભરશિયાળે થયેલા વરસાદના કારણે પાલનપુરમાં પણ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. તે દરમિયાન આજે વહેલી સવારથી સતત વરસાદના કારણે સોનબાગ વિસ્તારમાં રોડ પર વરસાદી પાણી ભરાયા હતા.

[google_ad]

પાલનપુરથી અંબાજી તરફ જતી લોકલ બસ રોડ પર પડેલા ભુવામાં ખાબકતાં ફસાઈ ગઈ હતી.

[google_ad]

 

બસના બંને ટાયર ખાડામાં ફસાઈ જતા બસના ચાલક અને કંડક્ટરે તરત જ તમામ મુસાફરોને બસમાંથી ઉતારી બસ ને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.

From – Banaskantha Update

 


Share