લાખણીના ધુણસોલમાં કરીયાણાની દુકાનમાં આગ લાગતાં દોડધામ

Share

લાખણી તાલુકાના ધુણસોલ ગામમાં શુક્રવારે એક કરીયાણાની દુકાનમાં શોર્ટ-સર્કીટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં દુકાનમાં પડેલો માલ-સામાન બળીને ખાખ થઇ ગયો હતો. જ્યારે ધાનેરા ફાયર-ફાઇટરની ટીમને જાણ કરતાં ધાનેરા ફાયર-ફાઇટરની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, લાખણી તાલુકાના ધુણસોલ ગામમાં એક કરીયાણાની દુકાનમાં શુક્રવારે શોર્ટ-સર્કીટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠતાં અફડા-તફડી મચી ગઇ હતી. જેમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં દુકાનમાં પડેલો માલ-સામાન બળીને ભષ્મીભૂત થઇ ગયો હતો.

[google_ad]

જ્યારે આગના કારણે માલ-સામાન બળીને ખાખ થતાં ધૂમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. જ્યારે ધાનેરા ફાયર-ફાઇટરની ટીમને જાણ કરતાં ધાનેરા ફાયર-ફાઇટરની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

[google_ad]

advt

જ્યારે આગના બનાવથી ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે દુકાનના માલિકને અંદાજે રૂ. 5 લાખના માલ-સામાનને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જો કે, સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. જ્યારે આગને કાબૂમાં લેતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

From – Banaskantha Update


Share