યુ.જી.વી.સી.એલ. દ્વારા ઉત્તર ગુજરાતના 6 હજારથી વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે નવિન વીજ જોડાણ અપાયા

Share

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ-2021 દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા તમામ ક્ષેત્રે વિશેષ કામગીરી થાય તે દિશામાં સૂચનાઓ પાઠવવામાં આવેલી છે જે થકી ગુજરાત સરકારના વડપણ હેઠળ ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ દ્વારા તમામ વીજ કંપનીઓને દરેક ક્ષેત્રમાં વિશેષ કામગીરી કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે.

[google_ad]

જેના ભાગરૂપે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ખાસ અંગભૂત યોજના, ઝુંપડપટ્ટી યોજના તેમજ કુટીર જ્યોતિ યોજનામાં સામૂહિક ઝુંબેશ કરીને નવિન વીજ જોડાણો આપવાના કાર્યક્રમ હેઠળ વર્તુળ કચેરી, વિભાગીય કચેરી, પેટા વિભાગીય કચેરી દ્વારા સહીયારા પુરુષાર્થથી તા. 01/11/2021થી તા. 31/12/2021 દરમિયાન ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના કાર્યક્ષેત્રમાં આવેલા કુલ 4503 ગામડામાં ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. જેમાં કંપનીના ઉચ્ચઅધિકારીઓ અને નાનામાં નાના કર્મચારીઓ સાથે રહીને સહીયારા પુરુષાર્થથી ગરીબ લાભાર્થીઓને વીજ જોડાણો આપવાની સરકારની યોજનાઓ અન્વયે આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

[google_ad]

advt

 

સરકાર દ્વારા જયારે ગ્રાહકલક્ષી નિર્ણયો લેવામાં આવે છે. ત્યારે યુ.જી.વી.સી.એલ. એ ત્વરિત અમલ કરીને લક્ષ્યાંકો સિધ્ધ કરેલો છે. ઉત્તર ગુજરાતના કુલ 8250 જેટલાં વીજ જોડાણો ગરીબ લાભાર્થીઓને રહેણાંકના હેતુ માટે વિનામૂલ્યે વીજ જોડાણ આપવાનું આગોતરું આયોજન કંપનીના મેનેજીંગ ડીરેક્ટર કે.એસ. રંધાવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

[google_ad]

 

આ અંગે કાર્યવાહક મુખ્ય ઈજનેર (ઓપરેશન) જે.કે. દરજીએ જણાવ્યું હતું કે, તા. 01/10/2021થી તા.12/11/2021 સુધી કુલ 6923 વીજ જોડાણો ગરીબ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. સંપૂર્ણ લક્ષ્યાંક સિધ્ધ કરવાનો સમય તા. 31/12/2021 આપવામાં આવેલ છે. યુ.જી.વી.સી.એલ સંપૂર્ણ લક્ષ્યાંક સમયસર સિધ્ધ કરવા માટે પ્રતિબદ્ધ છે.

From – Banaskantha Update


Share