થરાદ-સાંચોર હાઇવે ઉપર ટ્રેલરની ટક્કરે આશાસ્પદ યુવકનું મોત

Share

 

થરાદ-સાંચોર હાઇવે પર મંગળવારે બપોરના સુમારે ટ્રેલરની ટક્કરે આશાસ્પદ યુવકનું કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવને લઇને પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

[google_ad]

 

 

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, સાંચોર હાઇવે પર મેસરા હાઇવે પર આવેલા ભોરોલના ભરતદાન કરશનદાન ગઢવીના શ્રી કરણી પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપ પર તેમનો ભાણેજ ગોવિંદદાન સરદાનદાન ગઢવી ( રહે. તડલા, તા. સેડવા, જી. બાડમેર) પંપની દેખરેખ રાખતો હતો. જે મંગળવારે સવારે 11 વાગ્યાના સુમારે પોતાના GJ-08-CB-8790 નંબરના બાઇક પર થરાદ તરફ જતો હતો.

[google_ad]

 

 

 

 

 

આ વખતે પિલુડા સ્ટેશન નજીક PB-04-AA-8659 નંબરના ટ્રેલરના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ધડાકાભેર ટક્કર મારતાં ગોવિંદદાન (ઉં.વ.આ. 22) બંન્ને હાથે અને માથામાં ફ્રેક્ચર થવાના કારણે સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. મૃતદેહને પિલુડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. થરાદ મથકના પી.એસ.આઇ સાહેબખાન ઝાલોરી અને સ્ટાફે મૃતદેહનું પી.એમ. કરાવીને વધુ તપાસ હાથ ધરી છે. ભરતદાનની ફરિયાદના આધારે પોલીસે ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

 

 

From-Banaskantha update

 

 


Share