પાટણ શહેરમાં રહેતાં યોગેશભાઈ દવેની 7 વર્ષિય જયા સોમવારે ઘરમાં રમતી હતી. ત્યારે બેટરીનો સેલ ગળી ગઈ હતી. તેને લઈ તેની તબિયત ઝાડા-ઉલ્ટી અને ગળામાં બળતરા થતાં બાળકીની માતાએ તાત્કાલીક ડો. હિતેશ પંચીવાલા ત્યાં લઈ ગયા હતા.
[google_ad]
તબીબે પ્રથમ બાળકીનો એક્સ-રે કરતાં અન્નનળીમાં બેટરીનો સેલ જોવા મળતાં તબીબે એન્ડોસ્કોપીની મદદથી સેલની બહાર કાઢી બાળકીને બચાવી લેવામાં આવી હતી. આ ઓપરેશનમાં કોઈપણ જાતના ચેકા વગર એન્ડોસ્કોપીની મદદથી કરાયું હતું.
[google_ad]

આ અંગે તબીબે જણાવ્યું હતું કે, ‘બાળકોને સેલ,પેન કે ટાંકણી જેવી વસ્તુઓ રમવા માટે ન આપવી જોઈએ તેવી તકેદારી રાખવા પણ જણાવ્યું હતું અને તે ગળી જાય તો તાત્કાલીક હોસ્પિટલ ખસેડવી જોઈએ.’\
From – Banaskantha Update