લાખણીમાં સુજલામ્‌-સુફલામ્‌ની કેનાલમાં પાણી છોડવા ખેડૂતોએ ઢોલ વગાડીને આવેદનપત્ર આપ્યું

Share

 

લાખણી મામલતદાર કચેરીમાં સુજલામ્‌-સુફલામ્‌ કેનાલમાં પાણી છોડવા માટે પાંચ તાલુકાના ખેડૂતોએ વાગતાં ઢોલે આવેદનપત્ર આપી પાણી માટે ઉગ્ર રજૂઆત કરાઇ છે.

[google_ad]

 

 

નર્મદાની મુખ્ય કેનાલમાંથી કાંકરેજના ચાંગા પંપીંગ સ્ટેશન પરથી સુજલામ્‌-સુફલામ્‌ કેનાલમાં પાણી છોડવામાં આવે છે. જે પાણી આધારીત કાંકરેજ, દિયોદર, લાખણી, ડીસા અને થરાદ તાલુકાના ખેડૂતો સિંચાઇ માટે પાણીનો ઉપયોગ કરી ખેતી અને પશુપાલન વ્યવસાય કરે છે. શિયાળુ સિઝનની શરૂઆતમાં સુજલામ્‌-સુફલામ્‌ કાચી કેનાલમાં ત્રણ પંપીંગ પાણી છોડવામાં આવી રહ્યું છે.

[google_ad]

 

 

 

 

 

 

પરંતુ દિયોદર, લાખણી અને થરાદના તાલુકાના ખેડૂતો સુધી પાણી પહોચતું નહી હોવાથી છેવાડાના ખેડૂતો ખેતી અને પશુપાલન માટે વલખા મારી રહ્યા છે. જેના કારણે મુશ્કેલીમાં મૂકાયેલા ખેડૂતો દ્વારા લાખણી મામલતદાર કચેરીએ વાગતાં ઢોલે નારા બોલાવી આવેદનપત્ર આપ્યુ હતું અને પાણી છોડવામાં નહી આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. બાદમાં મામલતદાર દ્વારા ચોથા નંબરનો પંપ ચાલુ કરાવ્યો હતો અને પાંચમા પંપને ચાલુ કરવાની ખાત્રી આપતાં ખેડૂતોએ ધરણાં સંકેલી લીધા હતા.

[google_ad]

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share