પાટણમાં MBBS ગુણ કૌભાંડ મામલે HNGUના કુલપતિ સહીત તમામ સભ્યો સામે સપ્તાહમાં કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગનો આદેશ ફરમાવ્યો

Share

હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટીમાં એમ.બી.બી.એસ.માં નાપાસ ધારપુર મેડીકલ કોલેજના 3 છાત્રોને રિએસેસમેન્ટમાં ઉત્તરવહી બદલી પાસ કરવાના કૌભાંડમાં ઇસી સભ્યની તપાસમાં બહાર આવ્યા બાદ સરકારે ગંભીરતાથી લઈ અધિક સચિવને તપાસ સોંપાઈ હતી.

[google_ad]

જે તપાસમાં ઉત્તરવહી બદલી કૌભાંડ આચરાયું હોવાનું સાબિત થતાં ઉચ્ચ શિક્ષણ કમિશ્નરે પુનઃ મૂલ્યાંકન કરનાર કન્વીનર (હાલના કુલપતિ ડૉ.જે.જે. વોરા) તેમજ કામગીરીમાં સામેલ તમામ કસૂરવારો સામે 7 દિવસમાં શિક્ષાત્મક કાર્યવાહી કરવા યુનિવર્સિટીને આદેશ કરતાં શિક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે.

[google_ad]

 

યુનિવર્સિટી 2018 માં મેડીકલ અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષની પરીક્ષામાં નાપાસ થયેલા ધારપુરના 3 છાત્રોને પુનઃમૂલ્યાંકનમાં ઉત્તરવહી બદલીને પાસ કરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ મામલે યુનિવર્સિટી દ્વારા ઇસી સભ્ય હરેશ ચૌધરી અને પ્રોફેસર જે.કે. પટેલને તપાસ સોપાઈ હતી. જેમાં તપાસમાં કથિત કૌભાંડ બહાર આવ્યું હતું. જે મામલે ભારે હોબાળો મચતાં સરકારે વધુ તપાસ માટે અધિક સચિવ પંકજ કુમારને તપાસ સોંપાઈ હતી.

[google_ad]

 

તપાસ દરમિયાન નિવેદનો અને પુરાવાની ચકાસણી બાદ અંતે ઉત્તરવહી બદલી ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સાબિત થયું હતું. જે તપાસનો અહેવાલ સરકારને રજૂ કર્યો હતો. જે અનુસંધાને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરે પુનઃ મૂલ્યાંકન કરનાર કન્વીનર અને તમામ કસૂરવાર સામે 7 દિવસમાં જ શિક્ષાત્મક કાર્યવાહી કરી સરકારમાં જાણ કરવા માટે પત્ર લખી આદેશ કરવામાં આવ્યો છે.

[google_ad]

 

આ અંગે કુલપતિ ડૉ.જે.જે.વોરાએ જણાવ્યું હતું કે, સરકારનો પત્ર મળ્યો છે. આ બાબતે અભ્યાસ બાદ કારોબારી બેઠક બોલાવવામાં આવશે પત્ર અને કારોબારી સમિતિ આ અંગે ચર્ચા કરી નિર્ણય લેશે.

[google_ad]

 

કારોબારી કમિટીના સભ્ય હરેશ ચૌધરી શૈલેષ પટેલ સહીતના સભ્યોને આ બાબતે ટેલિફોનિક પૂછતાં જણાવ્યું હતું કે, સરકારે કરાવેલ તપાસમાં ગેરરીતિ સાબિત થઇ હોય કાર્યવાહી કરવા માટે જે સૂચના આપી છે. તે પ્રમાણે કારોબારી બેઠક મળશે અને તેમાં ચર્ચા બાદ કરતાં આ પ્રમાણે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.

[google_ad]

આ અંગે ધારાસભ્ય કીરીટ પટેલે જણાવ્યું હતું કે, સરકારે સોંપેલા અધિક સચિવની તપાસમાં કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. ગંભીર પ્રકારની બેદરકારી હોય ફક્ત શિક્ષાત્મક કાર્યવાહી કરીને છોડવા જોઈએ નહીં. સરકારે ફોજદારી દાખલ કરીને કડકમાં કડક સજા થાય તેવું કરવું જોઈએ. આ બાબતે હું સરકારમાં પણ રજૂઆત કરીશ. ભષ્ટાચાર મામલે સરકાર કડકમાં કડક સજા કરે તેવી મારી સરકારને અને શિક્ષણ વિભાગને અપીલ છે.

પુનઃ મૂલ્યાંકનમાં જવાબદાર લોકો?
1. કન્વીનર ડૉ. જે.જે. વોરા (પૂર્વ કેમેસ્ટ્રી વિભાગના હેડ અને તે સમયના મૂલ્યાંકનના કન્વીનર, હાલના કુલપતિ)
2. કેસ રિપોર્ટ તૈયાર કરનાર એન.કે. (યુનિ. કેમ્પસના એક કર્મચારી જેની સહી છે)
3. ઉત્તરવહી ચકાસનાર કે.કે. (આસિસ્ટન્સ પ્રોફેસર)
4. ધારપુરના 3 છાત્રો પાર્થ, પરિમલ અને રાજદીપ (નાપાસમાંથી પાસ થનાર)
5. બીજા પણ લોકો સામેલ હોઈ શકે છે, અંદાજે 8 લોકોના નામ ચર્ચામાં છે.
(નોંધ: અધૂરા નામો એટલે લખ્યા છે, સતાવાર જાહેર કરાયા નથી)

[google_ad]

ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજકુમારની તપાસમાં મૂળ ઉત્તરવહી ગુમ થયાનું અને એના બદલે બીજી ઉત્તરવહી મુકાયાની બાબત સાબિત થઈ છે. સરકારે આ અહેવાલ સ્વીકાર્યો છે. આમ, ઉત્તરવહી ગુમ કરવી ફોજદારી ગુનો બને છે. એટલે સરકારની સૂચના મુજબ પુનઃ મૂલ્યાંકનની કામગીરી સાથે સંકળાયેલા જે નામ તપાસ અહેવાલમાં હોય તે તમામ સામે પોલીસ ફરિયાદ કરવી જોઈએ. બીજું હાલના કુલપતિ જે.જે. વોરા તે સમયે આ પુનઃ મૂલ્યાંકન કામના સંયોજક હતા એટલે યુ.જી.સી. 2018 કુલપતિની નૈતિકતાના નિયમો તથા જી.સી.એસ.આર.જોતાં હોદ્દા ઉપરથી સરકારે તાત્કાલીક દૂર કરવા જોઈએ. કાયદાના એક્સપર્ટ (નામ ન આપવાની શરતે જણાવ્યું)

[google_ad]

 

ગુણ સુધારણા કૌભાંડ આરંભથી અંત સુધી

9-11-2020માં અરજી મળતાં ઇસી સભ્ય હરેશ ચૌધરી અને પ્રો. જે.કે. પટેલને તપાસ સોપાઇ.
24 માર્ચ 2020માં તપાસ રિપોર્ટ યુનિ.માં મૂકાયો. જેમાં કૌભાંડ હોવાનું સામે આવ્યું.
25 માર્ચ રિપોર્ટ ઇસી બેઠકમાં મુકાયો, પરંતુ ઇસી મુલત્વી રહી.
26 માર્ચ ઇસી ન મળી, મામલો ગાંધીનગર પહોંચ્યો.
એપ્રિલના 2021 સરકારે અધિક સચિવ પંકજકુમારને તપાસ સોંપી.
19-8-2021ના રોજ પંકજકુમારે સરકારને તપાસ રિપોર્ટ સોંપ્યો.
12-11-2021એ ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરી દ્વારા કૌભાંડ મામલે કન્વીનર, કસૂરવાર સામે કાર્યવાહી કરવા યુનિવર્સિટીને હુકમ કરાયો.

 

From – Banaskantha Update


Share