જૂનાડીસા નજીક ડમ્પીંગ સાઇટમાં આગ લાગતાં ધૂમાડાના કારણે વાહનચાલકો ત્રસ્ત : ડમ્પીંગ સાઇટ અન્ય જગ્યાએ ખસેડવા વાહનચાલકોની માંગ

Share

ડીસા પાટણ હાઈવે રોડ પર આવેલ જુનાડીસા નજીક નગરપાલિકા દ્વારા બનાવેલ ડમ્પિંગ સાઈડમાં અચાનક આગ લાગતાં અહીંથી પસાર થતાં વાહનચાલકો ધૂમાડાના કારણે ભારે હાલાકી ભોગવી હતી.

[google_ad]

ડીસા શહેરી વિસ્તાર સ્વચ્છ સુંદર અને રળિયામણું રહે તે માટે ડીસા નગરપાલિકા દ્વારા ઘેર-ઘેર કચરો ઉઠાવવામાં આવે છે. અને આ તમામ કચરો ડીસા નગરપાલિકાના વાહનો દ્વારા ડીસા પાટણ હાઈવે પર આવેલ જુનાડીસા પાસે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ ડમ્પિંગ સાઈડમાં નાખવામાં આવે છે.

[google_ad]

 

પરંતુ આ ડમ્પીંગ સાઇટના કારણે અવારનવાર લોકો ભારે હાલાકીનો સામનો કરે છે. ત્યારે જુનાડીસા પાસે નગરપાલિકા સંચાલિત ડમ્પીંગ સાઇટ માં આગ લાગતા લોકો ભારે હાલાકી ભોગવી હતી.

[google_ad]

ખાસ કરીને દિવસ દરમિયાન આગના કારણે આજુબાજુ ધૂમાડો પડતાં વાહનચાલકો ભારે પરેશાન થયા હતા. તે ઉપરાંત આ વિસ્તારની આજુબાજુ અનેક પરિવારો વસવાટ કરે છે. તેઓએ પણ ધૂમાડાની ઘટનાઓના કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી.

[google_ad]

તો બીજી તરફ રાત્રિના સમયે જુનાડીસા રોડ પર આગના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકોને ધૂમાડાના કારણે કશું જ ન દેખાતાં વાહનચાલકો ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે સ્થાનિક લોકો અને વાહન ચાલકોની માંગ છે કે આ ડમ્પીંગ સાઈડ ક્યાંક યોગ્ય જગ્યાએ લઈ જવામાં આવે તો વારંવાર આગ લાગવાની ઘટનાથી લોકોને પરેશાન થવું પડે નહીં

From – Banaskantha Update


Share