બનાસકાંઠા જીલ્લાના ઇકબાલગઢ માર્કેટયાર્ડના સેક્રેટરી દ્વારા હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોને કમોસમી માવઠાની આગાહીને લઇ ખેત ઉત્પાદનને નુકસાન ન પહોંચે તે માટે સાવચેત રહેવા વિનંતી કરાઇ હતી.
[google_ad]
હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં તા. 17 નવેમ્બરથી લઇ તા. 20 નવેમ્બર સુધી કમોસમી માવઠાની આગાહી છે.
[google_ad]

જેથી બનાસકાંઠા જીલ્લાના ઇકબાલગઢ માર્કેટયાર્ડના સેક્રેટરી દ્વારા ખેડૂતોને બુધવારથી લઈ શનિવાર સુધી કમોસમી માવઠાની આગાહીને લઈ ખેડૂતોને ઉત્પાદનને નુકસાન ના થાય તે માટે સાચવી રાખવા માટે તેમજ માર્કેટયાર્ડમાં ખેત ઉત્પાદન ઢાંકીને લાવવા વિનંતી કરાઇ હતી.
From – Banaskantha Update