પાલનપુરની માનસરોવર ફાટક પાસે રહેતો મુકેશભાઈ ઉર્ફે કાળુભાઈ જાતે સલાટ (ધંધો મજૂરી ) જોધપુર ભીલડી ડેમો ટ્રેનમાં રાજસ્થાનના રાણીવાડાથી વિદેશી દારૂ લઈને આવતો હોવાની ભીલડી રેલ્વે પી.એસ.આઈ. જી.પી.સોલંકી, ભીલડી આઉટ પોસ્ટના ઇન્ચાર્જ ભાવેશભાઈ પટેલ, શિવાભાઈ અને સહદેવભાઈને બાતમી મળી હતી.
[google_ad]
જે બાતમી આધારે ધાનેરાના જાડી રેલ્વે સ્ટેશનથી આરોપી મુકેશ ઉર્ફે કાળુ સલાટની તલાશી લેતાં થેલાની અંદરથી વિદેશી દારૂની બોટલ નંગ 61 કિંમત રૂ.10,560 નો મુદ્દા માલ ઝડપી પાડી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધેલ.
[google_ad]

અત્રે ઉલ્લેખનીય છે કે, બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા કરી દારૂ ઘુસાડવામાં પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં ટ્રેનોમાં પણ બુટલેગરો દારૂની હેરાફેરી કરતાં હતા જેનો પર્દાફાશ ભીલડી રેલ્વે પોલીસે કર્યો છે.
From – Banaskantha Update