સૂઇગામ-વાવ હાઈવે પર ટ્રેલર પલ્ટી મારતાં બે કલાક રસ્તો બંધ રહેતાં વાહનચાલકો પરેશાન

Share

સૂઇગામ-વાવ હાઇવે ઉપર સોમવારે કોલસો ભરેલ ટ્રેલર હાઇવે વચ્ચે પલ્ટી મારી જતાં બંને સાઇડ બે-બે કિ.મી. સુધી ટ્રાફીક જામ થયો હતો. આમ બે કલાક સુધી રસ્તો બંધ રહેતાં વાહનચાલકો અને પ્રવાસીઓ અટવાયા હતા.

[google_ad]

સૂઇગામથી વાવ તરફ જતું ટ્રેલર નં. RJ-07-GC-7234 નું સોમવારે બપોરે સૂઇગામ તાલુકાના સનાળીના પાટીયા નજીક ટ્રેલર ચાલકે કાબૂ ગુમાવતાં રોડ વચ્ચે પલ્ટી મારી જતાં બંને સાઈડ વાહનોની બે-બે કિ.મી. સુધી લાંબી લાઈનો લાગી હતી.

[google_ad]

advt

 

સતત બે કલાક સુધી રસ્તો બંધ રહેતાં વાહનવાહન ચાલકો પરેશાન થઇ ગયા હતા અને નડાબેટ ટુરીઝમ બોર્ડરથી આવતાં નાના વાહનો, પ્રવાસીઓ ગાડીઓ મોટી સંખ્યામાં હોવાથી રોડ ઉપર ટ્રાફીક જામથી લોકો મુંઝાયા હતા.

[google_ad]

 

બાદમાં રોડ વચ્ચેથી ટ્રેલર હટાવી સૂઈગામ પોલીસે રસ્તો ચાલુ કરાયો હતો. સાંજના પાંચ વાગ્યા સુધી વાવ, સૂઈગામ હાઈવે રોડ ઉપર ટ્રાફીક જામ રહ્યું હતું.

From – Banaskantha Update


Share