બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસે ફરી એકવાર ગાંજાના છોડ સાથે એક ઇસમની અટકાયત કરી હતી. જેમાં શિહોરીના વિઠલોદ ગામેથી રૂ. 71 હજાર 500ના ગાંજાના છોડ સાથે એક ઇસમને બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી એન.ડી.પી.એસ એક્ટ મુજબ શિહોરી પોલીસ સ્ટેશને કાયદેસરની 1`કાર્યવાહી હાથ ધરી હતી.
[google_ad]
બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસ શિહોરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે વિઠલોદ ગામે રહેતાં વેલાજી ઠાકોર પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક ઘર પાસે માદક પદાર્થ ગાંજાના છોડોનું વાવેતર કરી વેચાણ કરે છે. જેને લઈ એસ.ઓ.જી. પોલીસ બનાસકાંઠાએ રેડ કરતાં ગાંજાના કુલ 7.150 કિલોગ્રામના 10 છોડ ઝડપી પાડયા હતા.
[google_ad]

પકડાયેલા ઇસમનું નામ પુછતાં પોતે પોતાનું નામ વેલાજી ઠાકોર હોવાનું જણાવ્યું હતું. સદરે પકડાયેલા ઈસમ પાસેથી માદક પદાર્થ ગાંજાના છોડ સહીત કુલ રૂ. 71 હજાર 500નો મુદ્દામાલ કબ્જે લઇ ઈસમ વિરુદ્ધમાં એન.ડી.પી.એસ એક્ટ મુજબ શિહોરી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
From – Banaskantha Update