બે દિવસ અગાઉ પાલનપુર તાલુકાના ખેમાણા ટોલ નાકા પાસેથી 74 પાડા જીવને કતલખાને જતાં જીવદયાપ્રેમીઓ તેમજ પોલીસ સાથે રાખી ઝડપી પાડયા હતા. તેમજ ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પરંતુ જે 74 પશુઓને ખોરાક તેમજ સારવાર મળી રહે તે માટે પાંજરાપોળ તેમજ ગૌશાળામાં મુકવા જોઈએ. પરંતુ પાલનપુર તાલુકા પોલીસે એક ખુલ્લા વાડામાં મુકતાં જીવદયાપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
[google_ad]
રાજસ્થાનથી મોટા પ્રમાણમાં કતલખાના માટે પશુઓની હેરાફેરી કરવામાં આવે છે. તેવા બનાવો રોજબરોજ સામે આવી રહ્યા છે. ત્યારે બે દિવસ અગાઉ આબુરોડ તરફથી પાલનપુર તરફ એક ટ્રક જેમાં 74 પાડા જીવ ખીચોખીચ તેમજ ખાવા માટે અને પીવા માટે પાણીની કોઈ જ વ્યવસ્થા ન કરવામાં આવી હતી અને કતલખાને લઈ ગયા હોવાની જીવદયાપ્રેમીઓને બાતમી મળી હતી.
[google_ad]
જેથી જીવદયાપ્રેમીઓએ તાત્કાલીક પાલનપુર કંટ્રોલ રૂમ ખાતે જાણ કરી હતી જે બાદ પશુઓ ભરેલી ટ્રક ખેમાણા ટોલનાકા નજીક જીવદયાપ્રેમીઓએ પોલીસને સાથે રાખી રોકાવી તેમાં તપાસ કરતાં 74 જેટલા પાડા ક્રુરતાપૂર્વક ખીચોખીચ ભરી કતલખાને લઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ પોલીસે ટ્રક ચાલક તેમજ 74 પશુ અને પાલનપુર તાલુકા પોલીસ મથકે લઇ ગયા હતા અને પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
[google_ad]
પરંતુ જે ટ્રકમાંથી 74 પાડા પશુઓને સુરક્ષિત રીતે ગૌશાળા તેમજ પાંજરાપોળમાં મુકવામાં આવ્યા હોત તો પશુઓને સારવાર તેમજ ખોરાક પાણીની વ્યવસ્થા મળી રહે.
[google_ad]
પરંતુ પોલીસ દ્વારા એક ખુલ્લા વાડામાં પશુઓને મૂકવામાં આવ્યા છે અને પશુઓની હાલત દયનીય બનતા જીવદયા પ્રેમીઓ દ્વારા પશુઓને તાત્કાલીક ધોરણે ગૌશાળા તેમજ પાંજરાપોળમાં મૂકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
From – Banaskantha Update