દિયોદરના જી.આઇ.ડી.સી. ગોડાઉનમાંથી અનાજ કૌભાંડ ઝડપાયું

Share

ગરીબ પરિવારને પુરવઠાનો જથ્થો મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનાજનો પુરવઠો ફાળવવામાં આવે છે પરંતુ અનેક સસ્તા અનાજની દુકાનો દ્વારા અનાજનો કાળો કારોબાર કરવામાં આવતો હોય છે.

[google_ad]

જેમાં સોમવારે મોડી રાત્રે દિયોદર જી.આઇ.ડી.સી. ગોડાઉનમાંથી ખાનગી બાતમીના આધારે જવાબદાર તંત્રએ સહુથી મોટું અનાજ કૌભાંડ ઝડપી પાડતાં ફરી એક વખત અનાજ કૌભાંડનું ભૂત બનાસકાંઠામાં ધૂણ્યું છે.

[google_ad]

પુરવઠા વિભાગની ટીમની ખાનગી બાતમીના આધારે સોમવારે મોડી રાત્રે જી.આઇ.ડી.સી. ખાતે એક ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ગોડાઉનમાં અનાજ માફીયાઓ દ્વારા પુરવઠાના જથ્થાનો કાળો કારોબાર ચલાવવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે. તંત્ર દ્વારા ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાનના ઘઉં અને ચોખાના અંદાજીત 700 જેટલાં કટ્ટાઓ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે તંત્ર દ્વારા હાલ તો આ ગોડાઉન પણ સીલ મારી દેવામાં આવ્યો છે.

[google_ad]

 

જેમાં પુરવઠા વિભાગે સસ્તા અનાજનો લાખો રૂપિયાનો માલ ઝડપી પાડ્યો છે. જેમાં દિયોદર પુરવઠા વિભાગે એકાએક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતાં અનાજના જથ્થાનો કાળો કારોબાર કરતાં તત્ત્વોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે.

[google_ad]

 

આ અંગે પોલીસની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જેમાં ગોડાઉનમાંથી મળી આવેલો અનાજનો જથ્થો ક્યાંથી આવ્યો ? તેને લઇ પણ ચર્ચાએ જોર પકડયું છે.

[google_ad]

 

આ ઉપરાંત કેટલા સમયથી જી.આઇ.ડી.સી. ખાતે અનાજનું કૌભાંડ ચાલતું હતું ? શું દિયોદરમાંથી પણ અનાજનો કાળો કારોબાર થતો હતો ? જાે તપાસ કરવામાં આવે તો ફરી એક વખત સહુથી મોટા નેટવર્કનો પર્દાફાશ થાય તેમ છે.

[google_ad]

 

બનાસકાંઠા જીલ્લામાં સરકારી અનાજ બારોબાર સગેવગે કરી દેવામાં આવતું હોવાની ફરિયાદો વારંવાર ઉઠી રહી છે. ડીસામાં પણ કેટલાંક નામાંકીત શખ્સો આ ગોરખધંધો ચલાવી રહ્યા છે.

[google_ad]

 

 

પરંતુ બનાસકાંઠા જીલ્લાના વહીવટી તંત્રની રહેમ નજર અને રાજકીય પીઠબળને પગલે આ તત્ત્વો બેફામ બન્યા છે અને ગરીબોના અનાજને બારોબાર સગેવગે કરી રહ્યા છે.

[google_ad]

 

જે અનાજ મેળવવા માટે ગરીબો સસ્તા અનાજની દુકાનો પર અનેક મુશ્કેલી વેઠીને લાઇનો લગાવીને ખરીદવા આવે છે તે જ અનાજ આ શખ્સો દ્વારા બારોબાર સગેવગે કરી દેવામાં આવી રહ્યું છે અને તેના લીધે ગરીબોને ભૂખે રહેવાનો વારો આવે છે.

[google_ad]

આજના આ મોંઘવારીના સમયમાં સસ્તા અનાજની દુકાન પર મળતું અનાજ ગરીબો માટે ખૂબ જ મહત્ત્વનું હોય છે અને તેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે એકમાત્ર વિકલ્પ હોય છે અને આવા તત્ત્વોના લીધે અનાજ બારોબાર સગેવગે થઇ જતાં ગરીબો માટે જીવતદાન આપતાં આ અનાજથી ગરીબો વંચિત રહી જાય છે.

 

From – Banaskantha Update


Share