પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ કર્યું : એક્સપ્રેસ વે યુપીની શાન, યુપીનો કમાલ છે

- Advertisement -
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા સુલતાનપૂર પહોંચ્યા હતા. PM મોદીએ ત્યાં પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યુ. આજે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર ફાઈટર એરક્રાફ્ટ આકાશમાં એરફોર્સની તાકાત બતાવશે. કાર્યક્રમમાં સી.એમ. યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા છે.

[google_ad]

લખનૌથી ગાઝીપુરને જોડતાં 341 કિ.મી. લાંબા આ પૂર્વાંચલ એક્સપ્રેસ વે ને બનાવવામાં કુલ 36 માસ લાગ્યા જ્યારે તેમાં કુલ ખર્ચો રૂ. 22,500 કરોડ થયો છે. તેના ઉદ્ધાટન બાદ ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગની રાજધાની લખનૌ સાથે કનેક્ટિવિટી સારી બનશે. આ સાથે જ પૂર્વ યુપીના જીલ્લાઓનું દિલ્હી અને નોઈડા વચ્ચેનું અંતર પણ ઓછું થશે.

[google_ad]

સુલતાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે નું ઉદ્ઘાટન કર્યા બાદ પી.એમ. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 3 વર્ષ પહેલા જ્યારે મેં પૂર્વાંચલ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો હતો ત્યારે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે, હું અહીં એક દિવસ પ્લેનથી ઉતરીશ.

[google_ad]

 

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે,’ જે ધરતી પર હનુમાનજીએ કાલનેમિને માર્યો હતો, તે ધરતીના લોકોના હું ચરણ સ્પર્શ કરું છું. અહીંની માટીમાં આઝાદીની લડાઈની સુગંધ આવે છે. આ પવિત્ર ભૂમિને આજે પૂર્વાંચલ એક્સપ્રેસની ભેટ મળી છે. જેની આપ ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા. ​​​​​​​

[google_ad]

 

આ યુપીના વિકાસનો એક્સપ્રેસ વે છે. 1857 કે લડાઈનમાં હિયા કે લોગ અંગ્રેજન કો છઠ્ઠી કા દૂધ યાદ દિવાય દિયે હૈ, કોયરીપુર કે યુદ્ધ ભલા કે ભુલાય સકત હૈ. આજ યહ પાવન ધરતી કે પૂર્વાંચલ એક્સપ્રેસ કી સૌગાત મિલત બા. જિહકે આપ સભૈ બહુત દિનન સે અગોરત રહી. તમને બધાને ખુબ ખુબ શુભેચ્છા.’

[google_ad]

 

સમગ્ર દુનિયામાં જેને પણ યુ.પી.ના સામર્થ્ય પર, યુ.પી.ના લોકોના સામર્થ્ય પર જરા પણ શંકા હોય તો તેઓ આજે અહીં આવીને આ એક્સપ્રેસ વે જોઇને યુ.પી.નું સામર્થ્ય જોઈ શકે છે. આ એક્સપ્રેસ વે યુ.પી.માં આધુનિક થઈ રહેલી સુવિધાઓનું પ્રતિબિંબ છે. યુ.પી.ની દ્રઢ ઈચ્છા શક્તિનો એક્સપ્રેસ વે છે. આ એક્સપ્રેસ વે યુ.પી.માં સંકલ્પોની સિદ્ધિનું જીવતું જાગતું પ્રમાણ છે. તે યુ.પી.ની શાન છે, યુ.પી.નો કમાલ છે.

[google_ad]

 

પૂર્વાંચલ એક્સપ્રેસ વેના ઉદ્ધાટન બાદ નોઈડાથી ગાઝીપુર ફક્ત 8.30 કલાકમાં પહોંચી શકાશે. નોઈડાથી આગ્રાને જોડનારો યમુના એક્સપ્રેસ વે 165 કિ.મી.નો છે જે 2 કલાકમાં અંતર કાપી શકાય છે. ત્યારબાદ આગ્રા-લખનૌ એક્સપ્રેસ વેની લંબાઈ 302 કિ.મી. છે, આ અંતર કાપતાં 3 કલાકનો સમય લાગશે. લખનૌથી ગાઝીપુરને જોડતો પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું અંતર 341 કિ.મી. છે જે તમે સાડા ત્રણ કલાકમાં અંતર કાપી શકશો. આ ત્રણેય એક્સપ્રેસ વે દ્વારા તમે 800થી વધુ કિમીનું અંતર ફક્ત 8.30 કલાકમાં કાપી શકાશે.

[google_ad]

 

 

પૂર્વાંચલ એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશના 9 શહેરોમાંથી પસાર થશે. આ એક્સપ્રેસ વે રાજ્યના લખનૌ, બારાબંકી, અયોધ્યા, આંબેડકરનગર, અમેઠી, સુલતાનપુર, આઝમગઢ, મઉ અને ગાઝીપુર જીલ્લાઓની સરહદોમાંથી પસાર થશે. આ એક્સપ્રેસ વેના કારણે વારાણસી, ગોરખપુર, પ્રયાગરાજ જેવા જીલ્લાઓને પણ ફાયદો થશે.

[google_ad]

 

પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર જ્યારે તમે 80 કિ.મી. સુધી જશો તો અયોધ્યા માટે પણ એક કટ અપાયો છે. અહીંથી અયોધ્યા માત્ર 50 કિ.મી.ના અંતરે છે. તમે ફક્ત એક કલાકમાં અયોધ્યા પહોંચી શકશો. પૂર્વાંચલ એક્સપ્રેસ વેથી ગોરખપુરને જોડવા માટે એક લિંક એક્સપ્રેસ વે પણ બનાવવામાં આવી રહ્યો છે.

From – Banaskantha Update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!