વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી કાયદો વ્યવસ્થા જાળવવા માટે અંબાજી પોલીસ અને આઇ.ટી.બી.પી.ના જવાનોનું ફૂટ પેટ્રોલિંગ યોજાયું

- Advertisement -
Share

મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ સહીત આઇ.ટી.બી.પી.ના જવાનો ઉપસ્થિત રહ્યા

 

બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના અંબાજીમાં શનિવારે અંબાજી પોલીસ અને આઇ.ટી.બી.પી.ના જવાનો દ્વારા વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ બનાવ ન બને તે માટે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું.

વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પોલીસ અને આઇ.ટી.બી.પી.ના જવાનો દ્વારા અંબાજી પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં શનિવારે ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું.

મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ સહીત આઇ.ટી.બી.પી.ના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંબાજી પોલીસ સ્ટેશનથી આઇ.ટી.બી.પી. ના જવાનોની ઉપસ્થિતમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કરાયું હતું.
જે અંબાજી હાઇવે માર્ગ જૂના નાકા વિસ્તારથી અંબાજી પોલીસ સ્ટેશન ટાઉનમાં આવતાં તમામ વિવિધ વિસ્તારોમાં કરાયું હતું.

ફૂટ પેટ્રોલિંગમાં પોલીસ વાહન સહીત પોલીસ અને આઇ.ટી.બી.પી.ના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે આયોજન કરાયું હતું.
જેમાં અંબાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ધવલ પટેલ સહીત અંબાજી પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો અને 28 જેટલાં આઇ.ટી.બી.પી.ના પોલીસ જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!