દિયોદર નવીન માર્કેટ યાર્ડમાં જીરા અને રાયડાના ભાવને લઈ ખેડૂતોમાં “કહી ખુશી કહી ગમ”

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર દિયોદર પથકમાં ચાલુ વર્ષે જીરા અને રાયડાનું જમીનમાં વાવેતર થવા પામ્યું હતું જેની કાપણીની સીઝન પૂર્ણ થયા બાદ ખેડૂતોએ ખેતરોના ખાળામાં પાક તૈયાર કરીને નવીન માર્કેટ યાર્ડમાં પોતાનો માલ ભરાવવાનું શરૂ કર્યું છે.

 

 

જેમાં ચાલુ વર્ષે ઓછા ઉત્પાદન વચ્ચે જીરાના સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી આવી હતી જેમાં વહેપારીઓ દ્વારા પણ ખેડૂતોને સારા ભાવ મળતા હોવાથી જીરું લઈ ખેડૂતોને માર્કેટમાં આવવા હાકલ કરવામાં આવી હતી જો કે બીજી તરફ રાયડાના ભાવ ઓછા હોવાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી આવી હતી.

 

 

આ બાબતે ખેડૂતોએ જણાવેલ વર્તમાન સમય ખાતરના ભાવ વધારે થયા છે જેમાં આઉટ સીઝનમાં રાયડાના સારા ભાવ હતા પરંતુ અમો રાયડુ લઈ આવ્યા એટલે 900 થી 970 સુધી ભાવ થયા છે જેમાં 1200 સુધી ભાવ થાય તો અમોને પોસાય તેમ છે જો કે દિયોદર માર્કેટ યાર્ડમાં ખેડૂતો ટ્રેક્ટરો લઈ પોતાનો માલ સમાન આપવા પોહચ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!