ડીસામાં ખુલ્લી ગટરમાં ગાય પડી જતાં જીવદયાપ્રેમીઓ અને નગરપાલિકાની ટીમે ભારે જહેમત કરી બહાર નીકાળી

- Advertisement -
Share

ટ્રેકટરની મદદથી ગાયનું રેસ્કયૂ કરાયું તંત્રની બેદરકારીના લીધે શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લી ગટરો છે.

 

 

બનાસકાંઠાના ડીસામાં આજે ફરી એકવાર ખુલ્લી ગટરમાં ગાય પડી હતી. જ્યારે જીવદયાપ્રેમીઓ અને નગર પાલિકાની ટીમે ચાર કલાકની ભારે જહેમત બાદ ટ્રેક્ટરની મદદથી ગાયને બહાર કાઢી હતી.

 

 

શહેરના ગુલાબાણીનગર વિસ્તારમાં ગાય ગટરમાં પડી, ડીસા શહેરમાં ખુલ્લી ગટરોમાં અનેકવાર પશુઓ પડી જતા હોવાની ઘટનાઓ સામે આવે છે. જ્યારે આજે વહેલી સવારે ગુલાબાણીનગર વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરમાં ગાય પડી ગઈ હોવાની ઘટના સામે આવી હતી.

 

 

ચાર કલાકની મહેનત બાદ રેસ્ક્યૂ કરાયું, ઘટનાને પગલે આજુબાજુના લોકો, જીવદયાપ્રેમીઓ અને નગર પાલિકાની ટીમ પણ બનાવ આવી પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી. ટ્રેક્ટરની મદદ વડે સતત ચાર કલાક સુધી ભારે જહેમત બાદ ગાયને બહાર કઢાઇ હતી.

 

 

ઉલ્લેખનીય છે કે, ડીસા શહેરમાં અનેક વિસ્તારોમાં તંત્રની બેદરકારીના લીધે મોટી ખુલ્લી ગટરો છે જેમાં અનેક વાર પશુઓ પડી જતા હોવાની પણ ઘટનાઓ બને છે. ત્યારે આવી ખુલ્લી ગટરો પર જાળી મૂકવામાં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટનાથી બચી શકાય છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!