વડગામના પરખડી પ્રાથમિક શાળાના લંપટ શિક્ષકને આખરે સસ્પેન્ડ કરતાં ચકચાર

- Advertisement -
Share

50 વર્ષનો આધેડ શિક્ષક વર્ગખંડમાં છાત્રાઓ સામે અશ્લિલ વાક્યો ઉચ્ચારતો હતો : ટી.પી.ઓ.એ સ્થળ તપાસ કરી અહેવાલ આપતાં ડી.પી.ઓ. દ્વારા પગલાં ભરાયા

વડગામ તાલુકાના પરખડી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 50 વર્ષિય આધેડ શિક્ષક વર્ગખંડમાં છાત્રાઓ સામે અશ્લિલ વાક્યો બોલતો હોવાના અહેવાલ બાદ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ગુરૂવારે આ લંપટ શિક્ષકને સસ્પેન્ડ કરતાં ચકચાર મચી ગઇ છે.
વડગામ તાલુકાની પરખડી ગામની પ્રાથમિક શાળામાં ગામનો જ ફલજીભાઇ લાલજીભાઇ વળાગાંઠ (ઉં.વ.આ. 50) વર્ષ-2012 થી ગામની જ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
જે વર્ગખંડમાં અભ્યાસ કરાવતી વખતે છાત્રાઓ સમક્ષ એકદમ ખુલ્લી ભાષામાં અશ્લિલ વાક્યો ઉચ્ચારતાં હોવાનું જાણવા મળતાં બુધવારે ગામમાં જઇ રૂબરૂ તપાસ કરાઇ હતી.

 

જ્યાં સ્કૂલના આચાર્ય મહેસાણાના બળદેવભાઇ પ્રજાપતિ, ગામના ડેપ્યુટી સરપંચ ગલબાભાઇ ધનાભાઇ મકવાણા અને ગામના અગ્રણીઓએ આપેલી માહિતીના આધારે શિક્ષક ફલજી વળાંગાંઠના કરતુતોનો અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો.
જેની તપાસ બાદ બનાસકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ગુરૂવારે આ લંપટ શિક્ષકને સસ્પેન્ડ કરતાં ખળભળાટ મચી ગયો હતો.
આ અંગે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.એમ. પટેલે જણાવ્યું હતું કે, ‘વડગામની પરખડી પ્રાથમિક શાળાના શિક્ષક સામે પગલાં ભરવા માટે ગ્રામજનો દ્વારા છાત્રાઓના નિવેદનના રેકોડીંગ સાથેની રજૂઆત કરાઇ હતી.
ત્યારબાદ અહેવાલ પ્રસિધ્ધ થતાં વડગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને સ્થળ ઉપર તપાસ કરવા માટે મોકલ્યા હતા. જેમની તપાસના અહેવાલમાં શિક્ષક સામેની રજૂઆતમાં તથ્ય જણાયું હોઇ શિક્ષકને સસ્પેન્ડ કર્યાં છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!