ડીસાના બુરાલ ગામમાંથી સગીર યુવતીને યુવક ભગાડી જતા ચકચાર

Share

ડીસા તાલુકાના બુરાલ ગામેથી સગીર યુવતીને રાત્રિના સમયે ધાનેરા તાલુકાના કુંમર ગામનો યુવક ભગાડી જતા સગીરાના પિતાએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના બુરાલ ગામેથી 16 વર્ષની સગીર યુવતીને ધાનેરા તાલુકાના કુમર ગામનો મહેશ રણછોડભાઈ પટેલ નામનો યુવક સગીર યુવતીને ભગાડી ગયો હોવાની જાણ થઈ હતી. આથી સગીર યુવતીના પરિવારે કુમર ગામ જઈ તેના પરિવારજનો સાથે સંપર્ક કરતાં મહેશના પરિવારજનોએ મહેશ બે દિવસથી ઘરે આવ્યો ન હોવાનું જણાવતા સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાનું પાક્કું થયું હતું.

[google_ad]

જેથી આ અંગે સગીર યુવતીના પરિવારે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મહેશ પટેલ સામે ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે.

From –Banaskantha Update


Share