એસ.વી.આઇ.ટી. વાસદમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ દ્વારા સરદાર વનનું નિર્માણ

Share

આજના ગ્લોબલ યુગમાં જ્યાં હિમ શિખરો રહી છે. વાતાવરણમાં તાપમાન ખૂબ વધી રહ્યો છે. સૃષ્ટિના દરેક જીવ પર માઠી અસર થઇ રહી છે. વિકાસની આંધળી દોડમાં માનવીએ પ્રકૃતિને ખૂબ નુકશાન કર્યું છે. આપણા વડીલોએ આપણને હરી ભરી કુદરતી સંપત્તિ વારસામાં આપી હતી અને આજના માનવીએ તેને ઉજાડી નાખી છે આપણા સર્વની ફરજ છે કે, આવનાર પેઢી માટે આપણે કુદરતી ખજાનો છોડીને જઇએ. તેમને પણ કુદરતના સાનિધ્યમાં રહેવાનું અને પ્રકૃતિ સૌંદર્ય માણવાનો અવસર મળે અને સમગ્ર જીવ સુખીથી રહી શકે તે હેતુથી શુક્રવારે વૃક્ષારોપણની કામગીરીને પ્રાધાન્ય અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

[google_ad]

ગત વર્ષે એસ.વી.આઇ.ટી. ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડની ચોફેર આણંદના સાંસદ મિતેષભાઇ પટેલ (બકાભાઇ)ના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. જેને સાંસદ મિતેષભાઇ પટેલ દ્વારા “સરદાર વન” નામ આપવામાં આવ્યું હતું. આ સરદાર વનને આગળ વધારતાં શુક્રવારે સાંસદ મિતેષભાઇની 56મી વર્ષગાંઠ નિમિત્તે 1556 વૃક્ષોનું જાપાનીસ મિયાવાકી પદ્ધતિથી ફૂટબોલ ગ્રાઉન્ડની ચોફેર વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું છે.

[google_ad]

આ પ્રસંગે સાંસદ મિતેષભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘ગત વર્ષે જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તે સરદાર વનની માવજત વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે કરી છે અને તેમને આશા છે કે, આ વર્ષે તેમની વર્ષગાંઠ ઉપર જે 1556 વૃક્ષો વાવ્યા છે તેની પણ તેઓ એટલી જ કાળજી લેશે.’ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઇ હતી અને ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું તુલસીના છોડ દ્વારા સ્વાગત કરાયું હતું.

[google_ad]

આ પ્રસંગે ભારત સરકારના સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઇ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અન્ય મહાનુભાવોમાં આણંદ જીલ્લા ભાજપના પ્રભારી અમિતભાઇ ઠાકર, પ્રદેશ યુવા મોરચા ભાજપના પ્રમુખ ડો. પ્રશાંતભાઇ કોરાટ, પ્રદેશ મહીલા મોરચા ભાજપના પ્રમુખ ડો.દિપીકાબેન સરકવા, ગુજરાત પ્રદેશ મહીલા મોરચા ભાજપના પ્રદેશ મંત્રી નીતાબેન પટેલ અને આણંદ જીલ્લા ભાજપના પ્રમુખ વિપુલભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

[google_ad]

આ સરદાર વનમાં 20થી પણ વધુ અલગ-અલગ પ્રજાતિના વૃક્ષો રોપવામાં આવ્યા છે. જેમ કે, લીમડા, વડ, કાશીદ, ખાટી આંબલી, કેસુડો, કણજી, શિશુ, ગરમાળો, જામફળી, ગુગળ, કરેણ, અર્જુન, કાંચનાર, કરમદા, સફેદ મૂસળી, નગોડ, સીતાફળ, બીલી, ફાલસા અને નાગરવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસ.વી.આઇ. ટી. એન. એસ.એસ. યુનિટના પ્રોગ્રામ ઓફીસર વિકાસ અગ્રવાલ દ્વારા કરાયું હતું.

[google_ad]

આ પ્રસંગે એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ ભાસ્કરભાઇ પટેલ, ઉપાધ્યક્ષ દીપકભાઇ પટેલ, સેક્રેટરી ભાવેશભાઇ પટેલ, આચાર્ય ડો. એસ.ડી.ટોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરિવાર તરફથી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

 

From – Banaskantha Update


Share