પાલનપુરમાં ડમ્પિંગ સાઇટ હટાવવા રહીશોએ આરોગ્ય મંત્રીને ઉપવાસની ચીમકી ઉચ્ચારતાં ચકચાર

Share

પાલનપુર નગરપાલિકામાં આવેલી ડમ્પિંગ સાઈટથી આજુબાજુની સોસાયટીઓના રહીશોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતાં સોસાયટીના રહીશોએ ભેગા મળી ગાંધીનગરમાં પહોંચી આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરી હતી અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તાકીદ કરી યોગ્ય ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી છે.

[google_ad]

પાલનપુરમાં 45 નંબરના સર્વે નંબર પર પાલિકા દ્વારા શહેરનો ઘન કચરો, વેસ્ટ મટેરિયલ્સ, મૃત પશુઓ અને દરેક વસ્તુનો પાછલા 40 વર્ષથી કચરો નાખવામાં આવે છે. આરોગ્ય મંત્રીને કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે “પાલનપુર નગરપાલિકાને આ જગ્યા કચરો નાખવા માટે ફાળવાઇ ન હોવા છતાં અહીં કચરો નાખવામાં આવે છે. કલેક્ટર દ્વારા સદરપુર સર્વે નં. -85 પૈકીની 15 એકર જમીન આ હેતુ માટે ફાળવી છે. પરંતુ નગરપાલિકા તે જગ્યા પર કચરો ટ્રાન્સફર કરવાના બદલે અહી જ ગેરકાયદેસર રીતે કચરો નાખે છે.

[google_ad]

advt

જેથી અવારનવાર રોગચાળો ફેલાય છે ઉપરાંત કચરોનો નાશ કરવા માટે રાત્રીના સમયે આગ લગાડવામાં આવે છે. જેના કારણે ઝેરી ધુમાડો (કાર્બન મોનોકસાઇડ, નાઈટ્રોજન ડાયોક્સાઈડ,હાઈડ્રોજન ફ્લોરાઇડ, સાઈનાઈટ, વિનાઈલ કલોરાઇડ) સમગ્ર વિસ્તારમાં ફેલાવાના કારણે રહીશોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. રામપુરા ગામથી માલણ દરવાજા જવાનો રસ્તો પણ બંધ થઇ ગયેલ છે. અગાઉ રહીશો દ્વારા 2019 અને 2021માં કલેક્ટરને રજૂઆત કરતાં આ પ્રવુતિ તાત્કાલીક અસરથી સદંતર બંધ કરવા ઘન કચરો હટાવી લેવા આદેશ કરાયો હતો. આ રજૂઆત કર્યા પછી પણ આ ડમ્પિંગ સાઈટનો યોગ્ય નિકાલ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલન કરવામાં આવશે.

[google_ad]

 

રામપુરા ગામના રહીશો, રામપુરા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ,રામપુરા પ્રાથમિક શાળાના બાળકો બ્રહ્મપુરી સોસાયટીના રહીશો, નંદ વિહાર સોસાયટી,રામપુરા ચોકડી પરના દુકાનદારો, ગોકુળનગર સોસાયટી,બ્રહ્માણી વિદ્યાલયના વિદ્યાર્થીઓ સરકારી પોલીટેકનીક કોલેજના વિદ્યાર્થીઓ ,મફતપુરા વિસ્તારના રહીશો, ઝમઝમ સોસાયટીના રહીશો, ઝાંઝર નગર સોસાયટીના રહીશો, ગુજરાત હાઉસિંગ સોસાયટીના રહીશો, માલણ દરવાજા વિસ્તારના રહીશો, સર્જન હોમ સોસાયટીના રહીશો, સહયોગ સોસાયટીના રહીશો પુષ્પકુંજ સોસાયટીના રહીશો

From – Banaskantha Update


Share