ડીસામાં રીક્ષા ચાલકે એક્ટીવા ચાલકને ટક્કર મારતાં હંગામો સર્જાયો

Share

ડીસાના દીપક હોટલ નજીક મંગળવારે રોડ પર ઉભેલા એક્ટીવા ચાલકને રીક્ષા ચાલકે ટક્કર મારી ફરાર થઇ જતાં ઘટનાસ્થળે રીક્ષા ચાલક અને લોકો વચ્ચે હંગામો સર્જાયો હતો. જો કે, રીક્ષા ચાલક ફરાર થતાં દીપક હોટલ નજીક સ્થાનિક લોકોએ તેને ઝડપી પાડયો હતો.

[google_ad]

 

આ અકસ્માતની વિગત એવી છે કે, ડીસાના દીપક હોટલ નજીક રોડ પર ઉભેલા એક્ટીવા ચાલકને રીક્ષા ચાલકે ટક્કર મારી ફરાર થઇ જતાં ઘટનાસ્થળે રીક્ષા ચાલક અને લોકો વચ્ચે હંગામો સર્જાયો હતો. ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે.

[google_ad]

ખાસ કરીને હાઇવે વિસ્તારોમાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જેના કારણે થતાં અકસ્માતોમાં લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. ત્યારે ડીસામાં પણ વારંવાર હાઇવે વિસ્તારમાં સર્જાતાં અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે મંગળવારે ડીસાના દીપક હોટલ નજીક ઉભા રહેલા એક્ટીવા ચાલકને પાછળથી રીક્ષા ચાલકે ધડાકાભેર ટક્કર મારતાં એક્ટીવા ચાલક રોડ પર પટકાયો હતો.

[google_ad]

 

અકસ્માત કરી રીક્ષા ચાલક ફરાર થતાં દીપક હોટલ નજીક સ્થાનિક લોકોએ તેને ઝડપી પાડયો હતો અને કલાકો સુધી દીપક હોટલ નજીક રીક્ષા ચાલક અને સ્થાનિક લોકો વચ્ચે બોલાચાલી થતાં હંગામો સર્જાયો હતો. જે બાદ રીક્ષા ચાલકે અકસ્માતમાં ઇજાગ્રસ્ત એક્ટીવા ચાલકને સારવાર અર્થે લઇ જવામાં આવતાં મામલો થાળે પડયો હતો.

From – Banaskantha Update


Share