ડીસા નગરપાલિકામાં ચીફ ઓફીસર અનિયમિત આવતાં અને ન મળતાં કોર્પોરેટરો અને ચેરમેનોએ આક્ષેપ ઉઠાવતાં ખળભળાટ

Share

બનાસકાંઠામાં ભાજપ સાશિત ડીસા નગરપાલિકામાં ભાજપના જ કોર્પોરેટરો અને વિવિધ સમિતિઓના ચેરમેનોએ ચીફ ઓફીસર તેઓને મળતાં ન હોવાનો અને નગરપાલિકામાં અંધેર વહીવટ ચાલતો હોવાનો આક્ષેપ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

[google_ad]

 

નગરપાલિકામાં ભાજપનું સાશન હોવા છતાં ચીફ ઓફીસર ભાજપના સભ્યોની વાત સાંભળતા ન હોય તો સામાન્ય નાગરિકોની રજૂઆતો કોણ સાંભળતું હશે તેવો વેધક સવાલ પણ કોર્પોરેટરોએ ઉઠાવ્યો હતો.

[google_ad]

ડીસા નગરપાલિકાના ચીફ ઓફીસર છેલ્લા ઘણા સમયથી અનિયમિત રીતે પોતાની ફરજ બજાવે છે. મોટાભાગે નગરપાલિકામાં ચીફ ઓફીસર હાજર હોતા નથી. જેથી છેલ્લા કેટલાંય સમયથી ખુદ ભાજપના જ કોર્પોરેટર અને વિવિધ સમિતિના ચેરમેનો તેઓને ચીફ ઓફીસર મળતાં નથી અને તેઓની રજૂઆતો અને વોર્ડના કામો પણ થતાં નથી તેવો આક્ષેપ ભાજપના જ કોર્પોરેટર દ્વારા કરવામાં આવી રહ્યો છે.

[google_ad]

 

મંગળવારે ડીસા નગરપાલિકા કચેરીમાં ભાજપના કોર્પોરેટરો અને વિવિધ સમિતિઓના ચેરમેનો ચીફ ઓફીસર હાજર ન હોવાથી બહાર કમ્પાઉન્ડમાં બેસી પોતાનો બળાપો કાઢ્યો હતો.

[google_ad]

આ અંગે નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઇ મોઢે જણાવ્યું હતું કે, ‘નગરપાલિકાના ચીફ ઓફીસર ઉપેન્દ્ર ગઢવી છેલ્લા કેટલાંય સમયથી અનિયમિત છે. તેઓ વિવિધ બહાના હેઠળ નગરપાલિકામાં આવતાં નથી. જેથી પ્રજાના કોઇપણ કામો થતાં નથી. તેઓ નગરપાલિકાના સભ્યોને પણ મળતાં નથી. મંગળવારે ભાજપના અનેક કોર્પોરેટરો નગરપાલિકામાં ડીસા શહેરમાં ઇંડા અને માસ-મટનની લારીઓ અંગેની રજૂઆત કરવા એકત્ર થયા હતા પરંતુ ચીફ ઓફીસર હાજર ન હોવાથી આ મુદ્દે કોઇ રજૂઆત થઇ શકી ન હતી.

[google_ad]

ચીફ ઓફીસર છેલ્લા ઘણા સમયથી અનિયમિત જ છે. તેઓ કોઇ દિવસ નગરમાં ક્યાય આંટો મારવા જતાં નથી. છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાના વિવિધ વિસ્તારો, સોસાયટીઓ, શેરીઓ અને બજારોમાં સફાઇ કામ થતું નથી કે, કચરો લેવાના વાહનો પણ આવતાં ન હોઇ કચરાના ઢગ જાેવા મળી રહ્યા છે પરંતુ ચીફ ઓફીસર નગરમાં શું ચાલી રહ્યું છે તે જાણવાની પણ તસ્દી લેતાં નથી.

[google_ad]

 

advt

આ ઉપરાંત ભાજપના અન્ય સભ્યોએ પણ છેલ્લા ઘણા દિવસથી ચીફ ઓફીસર મળતાં ન હોવાનું અને માત્ર ફોન ઉપર મળતાં હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેઓએ કરેલી રજૂઆતોનું કોઇપણ પ્રકારનું નિરાકરણ ન આવતું હોવાનું પણ તેઓ આક્ષેપ કર્યો હતો.

[google_ad]

 

ડીસા નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનું સાશન હોવા છતાં જો ભાજપના સભ્યોને ચીફ ઓફીસર મળતાં ન હોય અને તેઓના કામો થતાં ન હોય તો સામાન્ય નાગરિકોને પોતાના કામો માટે કેવી અગવડતા પડતી હશે તેવો વેધક સવાલ પણ ખુદ ભાજપના સભ્યોએ કરતાં નગરપાલિકા વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કોર્પોરેટરોએ આ અંગે પોતે પાર્ટીમાં અને સરકારમાં પણ રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું.’

From – Banaskantha Update


Share