બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ફરી બે જગ્યાએ કેનાલમાં ગાબડા પડતાં ખેડૂતોને લાખોનું નુકશાન

Share

 

બનાસકાંઠા જીલ્લામાં મંગળવારે ફરી એકવાર સરહદી વિસ્તારોમાં બે અલગ-અલગ જગ્યાએ કેનાલમાં ગાબડા પડયા હોવાની ઘટના સામે આવી છે. વાવના ચતરપુરા નજીક અને રાધાનેસડા નજીક પણ ગાબડા પડતાં પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું હતું.

[google_ad]

 

 

બનાસકાંઠા જીલ્લામાં રવિ સિઝનની શરૂઆત સાથે જ કેનાલમાં ગાબડું પડવાનો સીલસીલો શરૂ થઇ જાય છે. રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઇ માટે કેનાલ મારફતે પાણી છોડતાં કેનાલોમાં વારંવાર ભંગાણ સર્જાઇ રહ્યા છે.

[google_ad]

 

 

મંગળવારે વહેલી સવારે વાવના ચતરપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડયું હતું. ત્યારબાદ રાધાનેસડા નજીક પણ ગાબડુ પડતાં કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું હતું.

[google_ad]

 

 

કેનાલ તૂટતાં એરંડા, રાયડો અને બાજરીનું વાવેતર કરેલા ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોને મોટું નુકશાન થયું હતું. કેનાલના પાણીનો પ્રવાહ આજુબાજુ જમીનમાં ફરી વળ્યો હતો. વારંવાર કેનાલમાં ગાબડા પડતાં અહીંના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થઇ રહ્યું જેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે.

[google_ad]

 

 

 

 

From-Banaskantha update

 

 


Share