અમીરગઢ પોલીસે ઢોલીયા પાટીયા નજીકથી મંગળવારે એક દારૂ ભરેલી ગાડીને ઝડપી પાડી છે. પોલીસે કુલ રૂ. 1.22 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, અમીરગઢ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઢોલીયા ગામના પાટીયા નજીકથી મંગળવારે એક ફોર્ડ કંપનીની આઇકોન સિલ્વર કલરની કાર ગાડી નં. GJ-01-HF-6656 માં સીટના પાછળના ભાગે ચોરખાનું બનાવી જેમાંથી વિદેશી દારૂ ઝડપ્યો હતો.
[google_ad]
ઝડપાયેલા દારૂમાં રૂ. 17,916 ની કિંમતની નાની-મોટી 171 બોટલ અને હેરાફેરી કરતી ગાડી મળી કુલ રૂ. 1,22,916 ના મુદ્દામાલ સાથે મધુરકરસિંહ (રહે.નાલકા દરવાજા, દેસુરી, તા. દેસુરી, જી.પાલી, રાજસ્થાન) વાળાને ઝડપી પાડયો હતો.
[google_ad]
From-Banaskantha update