પાલનપુરના ગઢ-ચડોતર હાઇવે પર ડમ્પર હોટલમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો

Share

પાલનપુર તાલુકાના ગઢથી ચડોતર જતાં હાઇવે પર આવેલ એક રેસ્ટોરન્ટમાં ડમ્પર ઘુસી જતા અફરા તફરી મચી જવા પામી હતી. જોકે, ડમ્પર ચાલક ટ્રેકટરને બચાવવા જતા સર્જાયેલી દુર્ઘટનામાં સદનસીબે મોટી જાનહાની ટળતાં લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.

 

[google_ad]

પાલનપુર તાલુકાના ગઢથી ચડોતર જતાં રોડ પર આવેલ રાધે રેસ્ટોરન્ટમાં ચડોતર તરફથી રેતી ભરીને આવી રહેલા ડમ્પર ઘૂસી ગયું હતું. ડમ્પર હોટલની બાજુમાં આવેલ પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા જઈ રહેલા ટ્રેકટર ચાલક અચાનક રોડ પર વળતાં તેને બચાવવા જતાં ડમ્પરના ચાલકે સ્ટેરિંગ પરનો કાભુ ગુમાવી દેતા ડમ્પર હોટલમાં ઘુસી ગયુ હતુ.

[google_ad]

જોકે, સવારનો સમય હોઈ હોટલ પર ખાસ લોકોનો ઘસારોના હોઈ મોટી જાનહાની ટળી હતી. જ્યારે હોટલમાં વ્યાપક પ્રમાણનુ નુકશાન થવા પામ્યુ હતુ. અચાનક બનેલી ઘટનાના પગલે આજુબાજુથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ સદનસીબે જાનહાની ટળતાં લોકોએ રાહત અનુભવી હતી.

 

 

From – Banaskantha Update


Share