ડીસામાં વારસાઇ મિલ્કત બારોબાર વેચાણ કરી દેતાં એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

Share

 

ડીસામાં આવેલ સીટ નં. 38, સીટી સર્વે નં. 3238 વાળી મિલ્કતમાં નાના ભાઇએ પિતાજીના અવસાન બાદ ખોટું સોગંદનામું કરી અને મોટા ભાઇ હયાત હોવા છતાં વારસદારોની હકીકત છૂપાવી મિલ્કત બારોબાર વેચાણ કરી દેતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે નાના ભાઇ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા ખાતે રહેતાં હાલ રાજેન્દ્રકુમાર જીવણલાલ શાહ સુરત ખાતે રહે છે અને કરીયાણાની દુકાન ચલાવી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓના પિતા પુષ્પકાન્ત જીવણલાલ શાહ ડીસામાં કરીયાણાની હોલસેલની દુકાન ધરાવતા હતા. જેમનું વર્ષ-2011 માં અવસાન થયું હતું.

[google_ad]

 

 

 

 

જેમના વારસદારમાં 3 ભાઇ અને રાજેન્દ્રકુમારની માતા હયાત હોવા છતાં તેમના નાના ભાઇ ભરતભાઇ જીવણલાલ શાહે ખોટુ સોગંદનામું કરી અને હયાત વારસદારો પેઢીનામામાં ન બતાવી તેમના પિતાના નામે ડીસા ખાતે આવેલ મિલ્કત ભરતભાઇ અને તેમની માતાના નામે કરાવી લીધી હતી.

[google_ad]

 

 

 

 

જ્યારે તેમના વારસાઇની ડીસા ખાતે આવેલ સીટ નં. 38 ના સીટી સર્વે નં. 3228 ક્ષેત્રફળ 38-83-36 ચો.મી. અને 3229 ક્ષેત્રફળ 54-53-42 ચો.મી. વાળી મિલ્કત અઘાટવાળી જમીનમાં આવેલ ભોયતળીયાની બે રૂમોવાળી મિલ્કત બારોબાર વેચાણ કરી દીધી છે. આ અંગે તેમના મોટા ભાઇ રાજેન્દ્રકુમારને જાણ થઇ હતી. આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે નાના ભાઇ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share