થરાદની નર્મદાની મુખ્ય કેનાલમાં શુક્રવારે સવારના સુમારે કેનાલના કિનારે એક સાલ પડેલી જણાતાં કેનાલમાં કોઇ પડયું હોવાની આશંકાએ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે, તે શિવનગરના યુવાનનો મૃતદેહ રવિવારે સવારે જમડા ગામની સીમમાંથી મળી આવી આવ્યો હતો. થરાદમાંથી પસાર થતી નર્મદા કેનાલના કિનારે ઢીમા પુલ પાસે શુક્રવારની સવારના સુમારે એક સાલ પડેલી જોવા મળી હતી.
[google_ad]
આથી તેમાં કોઇ પડયું હોવાની આશંકા વચ્ચે નગરપાલિકાના તરવૈયા સુલતાન મીર અને ટીમ દ્વારા મુખ્ય કેનાલમાં મોડા સુધી શોધખોળ કરવા છતાં પણ ભાળ મળી ન હતી. જો કે, કોઇ પ્રત્યક્ષદર્શી નહી હોવાના કારણે ખરેખર કોઇ કેનાલમાં પડયું હશે કે કેમ તે પણ એક સવાલ બનવા પામ્યો હતો. જેની વચ્ચે રવિવારના સવારના સુમારે જમડા ગામની સીમમાં વામી પુલ પાસેથી ભમરાભાઈ ભૂરાજી સુથાર (રહે. થરાદ, શિવનગર વીંડી, ઢીમા) પુલનો જણાઈ આવ્યો હતો.
[google_ad]

અત્રે ઉલ્લેખનીય છે કે આ યુવક બે દિવસ પૂર્વે ગુમ થવા પામ્યો હતો. નગરપાલિકાની ટીમ દ્વારા નર્મદા કેનાલમાં શોધખોળ કરવા છતાં પણ મૃતદેહ મળ્યો ન હતો.પરંતુ તે ફુલાઇ (ફોગાઈ) જતાં બહાર આવીને તરતો તરતો 20 કિ.મી. વામી સુધી પહોંચી ગયો હતો. પોલીસને જાણ કરી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડાયો હતો. આ ઘટનાને લઇને થરાદમાં અરેરાટી સાથે ચકચારની લાગણી પ્રસરી જવા પામી હતી
From – Banaskantha Update