ધાનેરામાં આંજણા ખેલમહાકુંભમાં 1100 ખેલાડીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લઇ ઝંપલાવ્યું

Share

ધાનેરામાં અખિલ આંજણા ખેલમહાકુંભ યોજાયો હતો. જેમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી 1100 જેટલાં ખેલાડીઓએ ક્રિકેટ, વોલીબોલ અને કબડ્ડીમાં ભાગ લીધો હતો. શુક્રવારે મોડી રાત્રે કાર્યક્રમનું સમાપન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા અને વિજેતા ટીમોને ટ્રોફી અને ઇનામો આપવામાં આવ્યા હતા. તેમજ ઉત્તરગુજરાતમાં પ્રથમ આવું લાઇવ ટેલીકાસ્ટ પણ કરાયું હતું.

[google_ad]

 

ધાનેરામાં યોજાયેલા આ ખેલકુંભમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી ક્રિકેટમાં 32 ટીમો, કબડ્ડીમાં 22 ટીમો અને વોલીબોલમાં 20 ટીમોએ ભાગ લીધો હતો. આ મેચ નાઇટમાં સ્પે.ગ્રાઉન્ડમાં યોજવામાં આવી હતી અને આ તમામ ટુર્નામેન્ટનું લાઇવ કરવામાં આવ્યું હતું. છ દિવસની આ ટુર્નામેન્ટમાં ક્રિકેટમાં ફાઇનલમાં માણસા અને વિસનગર ટીમ આમને-સામને આવી હતી.

[google_ad]

advt

 

જેમાં માણસા ટીમ વિજેતા બની હતી ત્યારે કબડ્ડીમાં વિસનગર ટીમ અને વોલીબોલમાં ચરાડા (માણસા) ની ટીમ વિજેતા બનતાં તેમને ટ્રોફી અને ઇનામો આપવામાં આવ્યા હતા. વિજેતા ટીમને રૂ. 1,11,111 નો ચેક તેમ ઉપ વિજેતાને રૂ. 51,000 નો ચેક એનાયત કરાયા હતા.

[google_ad]

 

આ કાર્યક્રમની પુર્ણાહુતી પ્રસંગે ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઇ પટેલ, બનાસ મેડીકલ કોલેજના ચેરમેન પી.જે.ચૌધરી, જીલ્લા ભાજપ યુવા પ્રમુખ સાગર ચૌધરી, હિતેશભાઇ ચૌધરી, વિનોદભાઇ ચૌધરી તેમજ રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં દાતાઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ દાતાઓ તેમજ આ ટુર્નામેન્ટમાં સહયોગ આપનારા લોકોના સન્માન કર્યા હતા અને ટુર્નામેન્ટનું આયોજન કરનારા લોકોને પણ મહેમાનોએ સન્માનિત કર્યા હતા.

 

From – Banaskantha Update


Share