ડીસાના બનાસ પુલ પર બોલેરો અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો : સદ્દનસીબે મોટી જાનહાની ટળી

Share

ડીસાના બનાસ પુલ પર બોલેરો ગાડી અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી પરંતુ અકસ્માત સર્જાતા પુલ પર ટ્રાફીકજામ થઇ જતાં વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના બનાસ પુલ પર બોલેરો અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી. ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. વારંવાર સર્જાતાં અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે.

[google_ad]

 

 

ત્યારે સોમવારે ડીસાના બનાસ નદી પુલ પર ઇકો ગાડી અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સપ્તાહ અગાઉ જ સાંજના સમયે બસની ટક્કરે ટ્રેક્ટર પર સવાર બે લોકોના પુલ પર અકસ્માતમાં કરૂણ મોત નિપજ્યા હતા.

[google_ad]

 

જે બાદ સોમવારે ફરી એકવાર બનાસ નદીના પુલ પર બોલેરો ગાડી અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પરંતુ સદ્દનસીબે મોટી જાનહાની સર્જાઇ ન હતી. અકસ્માતમાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

[google_ad]

અકસ્માત સર્જાતા બનાસ પુલ પર ટ્રાફીકજામ સર્જાયો હતો અને કલાકો સુધી બનાસ નદી પુલ પર વાહનચાલકો ફસાયા હતા.

From – Banaskantha Update


Share