પાલનપુરમાં સૌથી મોટી બનાસ બેંકની 9 બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર કરાયું : ભાજપે સસ્પેન્ડ કરેલા નેતાએ જીત મેળવતાં ફૂલહાર પહેરાવી શુભેચ્છકોએ વધાવ્યા

Share

ઉત્તર ગુજરાતની સૌથી મોટી સહકારી એવી બેંક બનાસ બેંકની નવ બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. વડગામ બેઠક પર કેશરભાઈ ચૌધરીનો વિજય થયો છે. બંને ઉમેવારોને સરખા મત મળતાં ચિઠ્ઠી ઉપાડવામાં આવી હતી જેના દ્વારા જીત થઈ નક્કી કરાઈ હતી.

[google_ad]

 

કેશરભાઈ ચૌધરી તેમજ સામે કેશરભાઈ વાયડા બંનેને 35-35 વોટ મળ્યા હતાં. કેસરભાઈ ચૌધરીએ ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવતાં ચાર દિવસ પહેલાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તેમને સસ્પેન્ડ કર્યા હતા. ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા કેસરભાઈ ચૌધરીએ જીત મેળવીને પોતાની તાકાત પુરવાર કરી છે.

[google_ad]

 

આ ચૂંટણીમાં બંને ઉમેવારોને સરખા મત મળતાં ટાઈ પડી હતી. જેના પરિણામે ચિઠ્ઠી ઉછાળતાં કેસરભાઈ ચૌધરીની જીત થઈ છે. આ ચૂંટણીમાં 70 મતદારોએ મતદાન કર્યું હતું. કેસરભાઈ ચૌધરી તેમજ સામે કેસરભાઈ વાયડા બંનેને 35-35 વોટ મળ્યા હતા.

[google_ad]

 

પાલનપુર બેઠક પર પરથીભાઈ લોહ 32 મતથી વિજયી બનતાં ખુશી જોવા મળી હતી. પરથીભાઈ લોહ તેમજ કેશરભાઈ ચૌધરીને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. તો દાંતીવાડા બેઠક પર સવસીભાઈ પટેલનો બે મતથી વિજય થયો છે. ત્રિ-પાંખિયા જંગમાં સવસીભાઈ પટેલનો વિજય થયો છે.

[google_ad]

 

બનાસ બેંકની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરનાર બનાસકાંઠાના ત્રણ કદ્દાવર નેતાઓ જરાત પ્રદેશ કિસાન મોરચાના ઉપાઘ્યક્ષ તેજાભાઈ પટેલ, વડગામ માર્કેટયાર્ડ ચેરમેન કેસર ચૌધરી અને દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ નટુ ચૌધરીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ભાજપ પ્રમુખ દ્વારા એક સમાન કેસમાં બે અલગ-અલગ નિર્ણયથી કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે.

From – Banaskantha Update


Share