જે ટોસ જીત્યાએ મોટાભાગની મેચ પણ જીત્યા : ફાઇનલ શરૂ થવાની સાથે જ ન્યૂઝીલેન્ડના હારની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ

Share

50 ઓવરના પાંચ વર્લ્ડ કપ જીતી ચૂકેલી ઓસ્ટ્રેલિયન ટીમ અંતે T-20ની પણ ચેમ્પિયન બની ગઈ છે. દુબઈમાં રવિવારે રાત્રે રમાયેલી ફાઇનલ મેચમાં તેણે ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી માત આપી હતી. આ જીતની સાથે એ વાત પણ સાચી સાબિત થઈ ગઈ કે દુબઈમાં ટોસ જીતનારી ટીમ જ બોસ બની શકે છે.

[google_ad]

ઓસ્ટ્રેલિયાએ આ ટૂર્નામેન્ટમાં ટાર્ગેટ ચેઝ કરતાં 5 મેચ જીતી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ફાઇનલ મેચના ટોસ દરમિયાન ફરી એકવાર નસીબે ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિંચનો સાથ આપ્યો હતો. આ વર્લ્ડ કપની ફાઇનલ મેચની શરૂઆત પહેલા જ ઓસ્ટ્રેલિયન ટીમ જાણે 50% મેચ જીતી ગઈ હોય તેમ લાગી રહ્યું હતું. કારણ કે દુબઈમાં રમાયેલી લગભગ દરેક મેચમાં ટોસ જીતનારી ટીમે બાજી મારી લીધી છે.

[google_ad]

ઓવરઓલ દરેક T-20 વર્લ્ડ કપના વિવિધ સ્ટેટ્સના આધારે જોવા જઈએ તો ફાઇનલ મેચમાં 6માંથી 5 વાર ટોસ જીતનારી ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ છે. માત્ર એકવાર 2009માં શ્રીલંકન ટીમને પાકિસ્તાન વિરૂદ્ધ ટોસ જીત્યા પછી હાર મળી હતી જ્યારે તેણે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

[google_ad]

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ દુબઈના જે મેદાન પર રમાઈ હતી. ત્યાં ટૂર્નામેન્ટની કુલ 13 મેચ રમાઈ હતી, જેમાંથી 11 મેચમાં ટોસ જીતનારી ટીમે મેચ જીતી હતી. વર્ષ 2018થી દુબઈના મેદાન પર રમાયેલી છેલ્લી T-20 મેચમાંથી 19માં જે ટીમે પણ 180નો આંકડો પાર કર્યો તેની જીત લગભગ નિશ્ચિત થઈ ગઈ હતી. પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ પહેલા બેટિંગ કરતા આ આંકડો પાર નહોતી કરી શકી અને મેચ હાથમાંથી ગુમાવી હતી.

[google_ad]

 

ફાઇનલ મેચમાં પહેલા બોલ ફેંકાયા બાદ નવો રેકોર્ડ બની ગયો હતો. ઓસ્ટ્રેલિયન પેસર મિચેલ સ્ટાર્ક વનડે વર્લ્ડ કપ અને T-20 વર્લ્ડ કપની ફાઇનલનો પહેલો બોલ ફેંકનારો પેસર બની ગયો છે. વળી ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગપ્ટિલે વનડે વર્લ્ડ કપ ફાઇનલ અને T-20 વર્લ્ડ કપ ફાઇનલમાં પહેલા બોલનો સામનો કર્યો હોવાથી આ અનોખો રેકોર્ડ પણ તેના નામે થઈ ગયો હતો. આ વર્લ્ડ કપની પહેલા આ બંને ટીમ 2015 વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં પણ સામ-સામે આવી ગઈ હતી. આ સમયે પણ મેચનો પહેલો બોલ ઓસ્ટ્રેલિયન પેસર સ્ટાર્કે કીવી ઓપનર ગપ્ટિલને નાંખ્યો હતો.

[google_ad]

T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઉતરતાની સાથે જ કેન વિલિયમ્સન અને ટ્રેંટ બોલ્ટના નામે પણ એક ખાસ રેકોર્ડ દર્જ થયો હતો. બંને એવા પહેલા ક્રિકેટર બની ગયા, જેમણે ત્રણ અલગ-અલગ ફોર્મેટમાં સતત 3 ICC ફાઇનલ રમી હોય. આ બંને 2019માં વનડે વર્લ્ડ કપ ફાઇનલ (લોર્ડ્સ) પણ રમ્યા હતા અને પછી આ વર્ષે જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ખિતાબી મેચમાં પણ પ્લેઇંગ-11માં હતા. પાંચ મહિના પછી બંને દુબઈમાં T-20 વર્લ્ડ કપ ફાઇનલમાં પણ ઉતર્યા હતા. રસપ્રદ વાત એ છે કે આ બંને 2008માં કુઆલાલુંપુરમાં અંડર-19 વર્લ્ડ કપની સેમીફાઇનલ પણ રમ્યા હતા. ભારત વિરૂદ્ધ આ મેચમાં ટિમ સાઉદી પણ પ્લેઇંગ-11માં હતો.

From – Banaskantha Update

 


Share