ડીસાના માલગઢ પાસે સડેલા બટાટા જાહેરમાં ફેંકતા રોગચાળાની દહેશત : લોકો પરેશાન

Share

ડીસાના માલગઢના પરબડી વિસ્તારમાં ગત મોડી રાત્રે કોલ્ડ સ્ટોરેજના સંચાલકો દ્વારા સડેલા બટાટા જાહેરમાં ફેંકતા સડેલા બટાટાની દુર્ગંધથી આજુબાજુના લોકો પરેશાન થઈ ઉઠ્યા છે.

[google_ad]

બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર સમગ્ર વિશ્વમાં બટાટા નગરી તરીકે પ્રખ્યાત છે અને સૌથી વધુ બટાકાનું વાવેતર પણ ડીસા તાલુકામાં થાય છે અને બટાટાનો સંગ્રહ કરવા માટે ડીસા તાલુકામાં કોલ્ડ સ્ટોરેજ પણ મોટા પ્રમાણમાં આવેલા છે.

[google_ad]

શિયાળાની શરૂઆત થતાં જ ડીસા સહિત આજુબાજુના પંથકમાં બટાકાનું વાવેતર શરૂ કરવામાં આવે છે. પરંતુ કોલ્ડ સ્ટોરેજમાં આખું વર્ષ સંગ્રહ કરેલા બટાટા સડી જવાથી કોલ્ડ સ્ટોરેજના સંચાલકો દ્વારા બટાટાનો જથ્થો જાહેર માર્ગો તેમજ ક્યાંક ખુલ્લી જગ્યામાં નાખવામાં આવે છે.

[google_ad]

ત્યારે ગત મોડી રાત્રે ડીસા તાલુકામાં માલગઢ ખાતે આવેલ પરબડી વિસ્તારમાં કોલ્ડ સ્ટોરેજના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. પરબડી વિસ્તારમાં જાહેરમાં મોટા પ્રમાણમાં સડેલા બટાટાનો જથ્થો જાહેરમાં નાખતા આજુબાજુના લોકો સડેલા બટાટાની દુર્ગંધથી પરેશાન થઈ ઉઠ્યા છે.

[google_ad]

આ ફેંકેલા સડેલા બટાટા ખાતા પશુઓમાં રોગચાળો વકરવાની સંભાવના પણ સેવાઇ રહી છે. ત્યારે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે કોલ્ડ સ્ટોરેજના સંચાલકો દ્વારા જે સડેલા બટાટા જાહેરમાં નાખવામાં આવ્યા છે તે દુરકરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

 

From – Banaskantha Update


Share