થરાદના મદદનીશ પોલીસ અધિક્ષક કચેરી સ્ટાફ સાથે પી.એસ.આઇ. એમ. એમ. કુરેશી પેટ્રોલિંગમાં હતા. આ વખતે વજેગઢ નજીક આવતાં સીમમાં રહેતાં અરજણભાઇ ધનાભાઇ રબારી પોતાના ઘરમાં વિદેશી દારૂનું વેચાણ કરતાં હોવાની ખાનગી બાતમી મળી હતી.
[google_ad]
આથી તેમણે દરોડો પાડીને ઘરના ઓરડામાં લાકડાના કબાટમાં બનાવેલાં ત્રણ ખાનાનું પૈકી એકનું પાટીયું હટાવીને અંદર બનાવેલા અંડર ગ્રાઉન્ડ ભોંયરામાંથી વિદેશી દારૂનો 483 બોટલ કિંમત રૂ. 88,105 નો જથ્થો મળી આવ્યો હતો.
[google_ad]
પોલીસે આ જથ્થો ક્યાંથી લાવેલ છે અને કોને આપવાનો છે તેમ પૂછતાં આ દારૂ હીતેશભાઇ બાપજી (રહે. વજેગઢ) ને આપવાનો હતો અને વશરામ ઉર્ફે વસાભાઇ સેંધાભાઇ રબારી અને માધાભાઇ બાવાભાઇ રબારી (બંને રહે. મલુપુર, તા. થરાદ) આપી જાય છે
[google_ad]
અને તે પોતાના નં. GJ-08-BC-0307 ના મોટર સાઇકલ પર હોમ ડીલીવરી કરી છૂટક વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે અરજણભાઇની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે અને થરાદમાં હોમ ડીલીવરી અંગે વધુ ઉંડાણપૂર્વક તપાસ પણ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો મારફતે જાણવા મળ્યું હતું.
[google_ad]
From-Banaskantha update