ડીસાના એક ગામે ઠપકો આપવા જતા સર્જાઈ મારામારી : ચાર શખ્સો સામે નોંધાઇ ફરિયાદ

Share

ડીસા તાલુકાના સમૌ નાના ગામે છોકરાઓને ઠપકો આપવા બાબતે મારામારી સર્જાતા ડીસા તાલુકા પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

 

ડીસા તાલુકાના સમૌ નાના ગામએ આવેલ ધોનીયાપુરા ગામે રહેતા કરશનજી વિહાજી ઠાકોર પોતાના ઘરે હાજર હતો તે દરમિયાન તેમનો ભત્રીજો વનાજી વિરમજી ઠાકોર દોડતો ઘરે આવેલ અને કહેવા લાગેલ કે, આપના ગામના ધારજીજી ઠાકોર, સવદાનજી ઠાકોર, જીતાજી ઠાકોર, બલાજી ઠાકોર આ બધા મારા બાપાને તેમજ માંને માર મારેલ છે અને રસ્તામાં પડેલ છે.

 

[google_ad]

જેથી કરશનજી ઠાકોર રસ્તામાં ગયેલ અને તેમના ભાઈ વિરમજીએ વાત કરેલ કે, છોકરાઓ ઝઘડતા હોઈ તે બાબતે ઠપકો આપવા ગયેલ ત્યારે ધારજીજી ઠાકોર જેમ તેમ માં-બહેન સામે ભૂંડી ગાળો બોલવા લાગેલ ત્યારે મેં ગાળો બોલવાની ના કહેતા ધારજીજી ઠાકોર એકદમ ઉશ્કેરાઈ જઇ તેના હાથમાં રહેલો ધોકા વડે માર મારવા લાગેલ ત્યારે વિરમજી ઠાકોરની પત્ની મધરાબેન વચ્ચે છોડાવા વચ્ચે પડેલ તો મધરાબેનને પણ સવદાનજી પ્રતાપજી ઠાકોર તેના હાથમાં રહેલી પાઇપથી માર મારવા લાગેલ.

 

[google_ad]

જીતાજી પ્રતાપજી ઠાકોર પણ લોખંડની કૉસ લઈ આવી જેમ તેમ બોલવા લાગેલ અને બલાજી પ્રતાપજી ઠાકોર પણ લાકડી લઈ આવેલ વિરમજી ઠાકોર અને તેની પત્ની મધરાબેનને માર મારવા લાગેલ જેથી બુમાંબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને વધુ મારમાંથી છોડાવેલ અને આ ચારે શખ્સો જતા જતા કહેતા ગયા કે, આજે તો તમે બચી ગયા પણ લાગ આવશે તો જાનથી મારી નાખી સુ તેવી ધમકી આપી જતા રહેલ.

 

[google_ad]

જે બાદ વિરમજી ઠાકોર તેમજ તેમની પત્ની મધરાબેનને 108 મારફતે પાટણ સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. વિરમજી ઠાકોરના ભાઈએ ડીસા તાલુકા પોલીસ મથકે ધારજીજી પ્રતાપજી ઠાકોર, સવદાનજી પ્રતાપજી ઠાકોર, જીતાજી પ્રતાપજી ઠાકોર, બલાજી પ્રતાપજી ઠાકોર આ તમામ રહે.ધોનીયાપુરા સમૌ નાના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share